ચેતવણીઃ ભારત બાયોટેકે સલાહ આપી કે બાળકોને વેક્સીનેશન બાદ આ વસ્તુનું સેવન ન કરવા દેવું

જ્યારે આ રસી બનાવનારી કંપની ભારત બાયોટેકનું કહેવું છે કે કોવેક્સીનની રસી લીધા બાદ કોઈ પણ પેરાસિટામોલ કે પેન કિલર ગોળી લેવી જોઈએ નહીં. 
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

કેટલાક રસીકરણ કેન્દ્રો બાળકો માટે COVAXIN ના ડોઝ બાદ 3 પેરાસિટામોલ 500 મિલિગ્રામની ગોળીઓ લેવાની સલાહ આપે છે. જ્યારે આ રસી બનાવનારી કંપની ભારત બાયોટેકનું કહેવું છે કે કોવેક્સીનની રસી લીધા બાદ કોઈ પણ પેરાસિટામોલ કે પેન કિલર ગોળી લેવી જોઈએ નહીં. 
 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


ભારત બાયોટેક દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ પેરાસિટામોલ કે પેન કિલર દવાઓ જે બાળકોને હાલ કોવેક્સીનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે તેમના માટે ઠીક નથી. ભારત બાયોટેકનું કહેવું છે કે ડોક્ટરની સલાહ બાદ જ કોઈ દવા આપવી જોઈએ.  કંપનીએ કહ્યું કે 30,000 લોકો પર કરાયેલા ક્લિનિકલ ટ્રાયલ્સમાંથી લગભગ 10-20% લોકો પર આડઅસર જોવા મળી છે. જેમાંથી મોટાભાગના લોકો પર હળવી આડઅસર જોવા મળી હતી. જે 1-2 દિવસમાં ઠીક થઈ જાય છે અને તેમાં દવાની જરૂર રહેતી નથી. કંપનીએ કહ્યું કે ડોક્ટરની સલાહ બાદ જ કોઈ દવા લેવી.