હાર્દિકનો રાજકારણમાં પ્રવેશઃ 2019ની લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવશે

અટલ સમાચાર, ડેસ્ક પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ હવે લોકસભા 2019ની ચૂંટણી લડવાનો છે. લખનઉમાં એક મુલાકાતમાં હાર્દિક પટેલે સ્પષ્ટ કહ્યું કે, તે 2019ની લોકસભાની ચૂંટણી લડશે. પરંતુ તે ક્યાંથી ચૂંટણી લડશે તે વિશે તેણે કોઈ ફોડ પાડ્યો નથી. સમાજ માટે લડવાના વાતથી યુ ટર્ન લઈને હવે હાર્દિક પટેલે ચૂંટણી લડવાનાે સ્પષ્ટ સંકેત આપ્યા
 
હાર્દિકનો રાજકારણમાં પ્રવેશઃ 2019ની લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવશે

અટલ સમાચાર, ડેસ્ક

પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ હવે લોકસભા 2019ની ચૂંટણી લડવાનો છે.  લખનઉમાં એક મુલાકાતમાં હાર્દિક પટેલે સ્પષ્ટ કહ્યું કે, તે 2019ની લોકસભાની ચૂંટણી લડશે. પરંતુ તે ક્યાંથી ચૂંટણી લડશે તે વિશે તેણે કોઈ ફોડ પાડ્યો નથી.

સમાજ માટે લડવાના વાતથી યુ ટર્ન લઈને હવે હાર્દિક પટેલે ચૂંટણી લડવાનાે સ્પષ્ટ સંકેત આપ્યા છે. બે દિવસ પહેલા તેણે લખનઉમાં સ્પષ્ટ કહ્યું કે, ભાજપને હટાવવા, બંધારણ બચાવવા માટે લડાઈ લડવામાં આવશે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે હાર્દિક ચુંટણી લડશે તો તુરંત જ હાર્દિક ચુંટણી લડશે તેવો ઉત્તર આપી સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે તે 2019ની લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવશે. હાર્દિકે એ સ્પષ્ટતા હજુસુધી કરી નથી કે તે કંઈ બેઠક પરથી ચુંટણી લડશે.