લાખણીની સંસ્થા દ્વારા ગરમ ધાબળાનું વિતરણ
અટલ સમાચાર, પાલનપુર લાખણીની સેવાભાવી સંસ્થા શ્રી સનાતન સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા દર વર્ષ વિવિધ દાતાઓના સહયોગથી રોડ કે જાહેર જગ્યામાં સૂતા લોકો માટે ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષ પણ છેલ્લા એક મહિનાથી ગરમ ધાબળાનું વિતરણ ચાલુ છે. સંસ્થાના કાર્યકર્તા દ્વારા થરાદમાં જાતે ફરીને જ્યાં જ્યાં આવા લોકો સૂતા હતા તેમને ગરમ ધાબળા
Jan 18, 2019, 12:23 IST

અટલ સમાચાર, પાલનપુર
લાખણીની સેવાભાવી સંસ્થા શ્રી સનાતન સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા દર વર્ષ વિવિધ દાતાઓના સહયોગથી રોડ કે જાહેર જગ્યામાં સૂતા લોકો માટે ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષ પણ છેલ્લા એક મહિનાથી ગરમ ધાબળાનું વિતરણ ચાલુ છે. સંસ્થાના કાર્યકર્તા દ્વારા થરાદમાં જાતે ફરીને જ્યાં જ્યાં આવા લોકો સૂતા હતા તેમને ગરમ ધાબળા ઓઢાડ્યા હતા. જનસેવા કરીને પ્રભુસેવા આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે.