ગરમીનો બેવડો માર, ઉત્તર ગુજરાતમાં લીબુંના ભાવમાં ભળકો

અટલ સમાચાર, મહેસાણા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવા પામ્યો છે. કાળઝાળ ગરમીથી શરીરનું સંતુલન જાળવવા ઉનાળામાં લીંબુની માંગમાં વધારો થતાં ભાવમા પણ ભળકે બળી રહ્યા છે. લીંબુના આસમાને પહોંચેલા ભાવોને લઇ હાલ બજારોમાં પ્રતિકિલો લીંબુ 100 થી 120ના ભાવે વેચાઇ રહ્યા છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાના પ્રારંભે જ ગરમીનો પારો ૪2 થી
 
ગરમીનો બેવડો માર, ઉત્તર ગુજરાતમાં લીબુંના ભાવમાં ભળકો

અટલ સમાચાર, મહેસાણા

સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવા પામ્યો છે. કાળઝાળ ગરમીથી શરીરનું સંતુલન જાળવવા ઉનાળામાં લીંબુની માંગમાં વધારો થતાં ભાવમા પણ ભળકે બળી રહ્યા છે. લીંબુના આસમાને પહોંચેલા ભાવોને લઇ હાલ બજારોમાં પ્રતિકિલો લીંબુ 100 થી 120ના ભાવે વેચાઇ રહ્યા છે.

મહેસાણા, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાના પ્રારંભે જ ગરમીનો પારો ૪2 થી ૪3 ડિગ્રીએ તપવા લાગતાં લોકો ગરમીના પ્રકોપથી બચવા માટે ઠંડા પીણાં, કોલ્ડ્રીંગ્સ અને વીજ ઉપકરણોનો સહારો લેતા થયા છે. સાથે ગરમી સામે રક્ષણ મેળવવા લીંબુ રસ, સોડા, શેરડી રસ, સરબત સેવન કરતા લીંબુની માંગમાં વધારો નોંધાયો છે. ત્યારે એક સમયે રૂ.50 થી 60ના ભાવે વેચાતા લીંબુ હાલમાં બમણા ભાવે વેચાણ થઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતના બજારોમાં હાલ લીંબુ છૂટકમાં રૂ.100 થી 120ના ભાવે વેચાઇ રહ્યા છે.

જોકે લીંબુની માંગ વધી છે. તેની સામે લીંબુની પૂરતી ઉપજ ન હોવાથી ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. લીંબુરસથી શરીરને અનેક ફાયદા થતા હોઈ લોકો ગરમીના સમયે લીંબુનો ભરપુર ઉપયોગ કરતા માંગ વધવા પામી છે.