જોરદાર@પંચાયત: રોપાનું વાવેતર કરી વર્ષ સુધી ઉછેરો તો વેરો થશે માફ

અટલ સમાચાર, વડગામ (જગદીશ શ્રીમાળી) વડગામ તાલુકાના જલોતરા ગામે રોપા વાવી એક વર્ષ સુધી માવજત કરનારનો વેરો માફ કરવાની તૈયારી કરવામાં આવી છે. ગ્રામ પંચાયત દ્વારા સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ દરમ્યાન પ્રોત્સાહક યોજના જાહેર કરવામાં આવી છે. ઓછામાં ઓછા પાંચ વૃક્ષો ફરજિયાત ઉછેરવાની જોગવાઈ છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના જલોતરા ગ્રામ પંચાયત વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામાં
 
જોરદાર@પંચાયત: રોપાનું વાવેતર કરી વર્ષ સુધી ઉછેરો તો વેરો થશે માફ

અટલ સમાચાર, વડગામ (જગદીશ શ્રીમાળી)

વડગામ તાલુકાના જલોતરા ગામે રોપા વાવી એક વર્ષ સુધી માવજત કરનારનો વેરો માફ કરવાની તૈયારી કરવામાં આવી છે. ગ્રામ પંચાયત દ્વારા સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ દરમ્યાન પ્રોત્સાહક યોજના જાહેર કરવામાં આવી છે. ઓછામાં ઓછા પાંચ વૃક્ષો ફરજિયાત ઉછેરવાની જોગવાઈ છે.

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના જલોતરા ગ્રામ પંચાયત વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પર્યાવરણ માટે મોટી યોજના જાહેર કરતા પંચાયત આલમમાં ચર્ચા જાગી છે. પાંચ વૃક્ષ ઉછેરો અને વેરો ભરવાથી રાહત મેળવોની સ્કીમ અમલમાં મૂકી છે. ગ્રામ પંચાયત દ્વારા સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ થકી 120 જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીબેન કરેણ, વડગામ મામલતદાર આર.સી.ઠાકોર, વડગામ તાલુકા વિકાસ અધિકારી એ. એચ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય લક્ષ્મણભાઇ પ્રજાપતિ, વન વિભાગના સોનલબેન તેમજ જલોતરા ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા .

કાર્યક્રમને સફળ બનાવવા જલોતરા ગ્રામ પંચાયત સરપંચ મંજુલાબેન માંગજીભાઇ ભીલ, તલાટી પિન્કીબેન મોર, ડે સરપંચ મહેશભાઈ, સામાજીક ન્યાય સમિતિ ચેરમેન આર.કે. મકવાણા તથા સદસ્યો હાજર રહ્યા હતા. વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.