ચોમાસાની શરૂઆતમાં જ કચ્છીમાળુ પર મેઘરાજા મહેરબાન, માંડવીમાં 4.5ઇંચ વરસાદ

અટલ સમાચાર,કચ્છ પાણી માટે તળપતા કચ્છી માળુ પર આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજા મહેરબાન થયા છે. માંડવીમાં 4.5 ઇંચ , અબડાસામાં સવાઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રના જુનાગઢના માણાવદરમાં સોમવારે દોઢ ઇંચ વરસાદ, કેશોદમાં 3 ઇંચ, માળિયા1 ઇંચ, સુરત પલસાણા એક ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં નોધાયો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં
 
ચોમાસાની શરૂઆતમાં જ કચ્છીમાળુ પર મેઘરાજા મહેરબાન, માંડવીમાં 4.5ઇંચ વરસાદ

અટલ સમાચાર,કચ્છ

પાણી માટે તળપતા કચ્છી માળુ પર આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજા મહેરબાન થયા છે. માંડવીમાં 4.5 ઇંચ , અબડાસામાં સવાઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રના જુનાગઢના માણાવદરમાં સોમવારે દોઢ ઇંચ વરસાદ, કેશોદમાં 3 ઇંચ, માળિયા1 ઇંચ, સુરત પલસાણા એક ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં નોધાયો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. બીજી તરફ નવસારીમાં સવારથી જ ભારે પવન સાથે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. કેટલાક વિસ્તારોમાં વિજળી ગુલ થઇ છે. કચ્છ જિલ્લામાં દરવર્ષે ચોમાસામાં પણ મેઘરાજા મનમુકીને વરસતા હોતા નથી. પાણી માટે વલખા મારતા કચ્છીમાળુ જોવા મળતા હોય છે. જો કે આ વખતે ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજા કચ્છ પર મહેરબાન થઇ મનમુકીને વરસતા કચ્છીમાળુમાં ખુશીનો માહોલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કચ્છના મુન્દ્રામાં આજે ધોધમાર વરસાદ પડતા કારાઘોઘા, બાબીયા, દેશલપર, મોટા કપાયા, રામણિયા, ભુજપુર, વાંકી, પત્રી, સાડાઉ, ગુદાલા, રતાળિયા, બેરાજા, બાબિયા, ઝરપરામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.કચ્છના માંડવીમાં ધોધમાર વરસાદ પડતા ભારે સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદથી કોઝવે ધોવાયો છે. ટોપણસર સરોવર ઓવરફ્લો થયું છે. પોરબંદર જિલ્લામાં 24 કલાકમાં 1થી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાણાવાવમાં  5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં સાડા ચાર ઇંચ જ્યારે કુતિયાણામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કરાણે પોરબંદરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.