દુશ્મનોની ઐસી કી તૈસી કરશે હેલિકોપ્ટર અપાચેઃ ભારતીય વાયુસેનામાં સામેલ

અટલ સમાચાર, ડેસ્ક ભારત પર ગંદી નજર રાખનારા દુશ્મોની ઐસી કી તૈસી કરવા ભારતીય વાયુસેનામાં અપાચે હેલીકોપ્ટર આવી પહોંચ્યું છે. વાયુસેનાને શુક્રવારે તેનું પહેલું અટેક હેલિકોપ્ટર અપાચે મળી ગયું છે. અમેરિકાના એરીજોના સ્થિત બોઈંગ, પ્રોડક્શન ફેસિલિટીમાં આઈએએફને પહેલું હેલિકોપ્ટર ઔપચારીક રીતે સોંપી દેવામાં આવ્યું છે. શનિવારે સવારે આઈએફે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી હતી.
 
દુશ્મનોની ઐસી કી તૈસી કરશે હેલિકોપ્ટર અપાચેઃ ભારતીય વાયુસેનામાં સામેલ

અટલ સમાચાર, ડેસ્ક

ભારત પર ગંદી નજર રાખનારા દુશ્મોની ઐસી કી તૈસી કરવા ભારતીય વાયુસેનામાં અપાચે હેલીકોપ્ટર આવી પહોંચ્યું છે. વાયુસેનાને શુક્રવારે તેનું પહેલું અટેક હેલિકોપ્ટર અપાચે મળી ગયું છે. અમેરિકાના એરીજોના સ્થિત બોઈંગ, પ્રોડક્શન ફેસિલિટીમાં આઈએએફને પહેલું હેલિકોપ્ટર ઔપચારીક રીતે સોંપી દેવામાં આવ્યું છે. શનિવારે સવારે આઈએફે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી હતી. અપાચેને ગાર્ડિયન હેલિકોપ્ટર નામથી પણ ઓળખવામાં આવે છે. એએચ-64ઈ (1) અપાચે ગાર્ડિયન એક એડવાન્સ અને દરેક વાતાવરણમાં હુમલો કરવાની ક્ષમતાથી સજ્જ હેલિકોપ્ટર છે. જે જમીન ઉપરાંત હવામાં હાજર દુશ્મન પર પણ હુમલો કરવા ઉપયોગમાં લઈ શકાય છે. આ હેલીકોપ્ટર ઓછી ઉંચાઈ પર વૃક્ષો અને પહાડોની વચ્ચે પણ ઉડાણ ભરી શકે છે અને દુશ્મનને નેસ્તનાબૂદ કરી શકે છે.

બોઈંગ સેન્ટર પર એક કાર્યક્રમ અંતર્ગત આ હેલીકોપ્ટર વાયુસેનાને સોંપવામાં આવ્યું. અમેરિકી સરકારના પ્રતિનિધિ પણ આ અવસરે હાજર હતા. આઈએએફે સપ્ટેમ્બર 2015માં અમેરિકાની સાથે આ હેલિકોપ્ટરની ડીલ સાઈન કરી હતી. ડીલ અંતર્ગત વાયુસેનાને 22 અપાચે હેલીકોપ્ટર મળશે. જુલાઈ સુધી આ હેલીકોપ્ટર્સનો પહેલો લોડ ભારત આવી જશે. આ સમય હેલિકોપ્ટરના એરક્રૂ અને ગ્રાઉન્ડ ક્રૂને અમેરિકી સેનાના અલબામા સ્થિત ફોર્ટ રકર બેઝ પર આને પરેટ કરવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ ક્રૂ એરફોર્સમાં આ હેલીકોપ્ટરના ફ્લીડને લીડ કરશે

અપાચે હેલીકોપ્ટર મળવું મહત્વપૂર્ણ ઘટનાક્રમ છે. અપાચે ઈન્ડિયન એરફોર્સને એવા સમયે મળે છે જ્યારે સેનાને મોર્ડનાઈઝેશનની જરૂરત છે. હેલીકોપ્ટર આગામી જરૂરિયાતોના હિસાબે તૈયાર કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે જમ્મુ કાશ્મીર અને નોર્થ ઈસ્ટ જેવી જગ્યાઓ પર જ્યાં પહાડી વિસ્તાર છે ત્યાં આ હેલીકોપ્ટર દુશ્મન વિરુદ્ધ રામબાણ સાબિત થશે. અપાચે હેલીકોપ્ટર એકદમ સટીકતાથી ટાર્ગેટને ભેદવામાં સક્ષમ છે. ન માત્ર હવા બલકે જમીનથી પણ આ દુશ્મન પર નિશાન લગાવી શકે છે. આ ઉપરાંત આ હેલીકોપ્ટર વૉર જોનથી તસવીરો હાંસલ કરી તેમને ટ્રાન્સમિટ કરવાની તાકાત પણ રાખે છે. આઈએએફ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હેલીકોપ્ટરના વેપેન સિસ્ટમથી લઈ તેના ડાટા સિસ્ટમ આને વધુ ખતરનાક બનાવી દે છે. અટેક હેલીકોપ્ટર્સ આઈએએફને ભવિષ્યમાં થનાર જોઈન્ટ પરેશન્સમાં જમીનથી સપોર્ટ આપી શકશે.