આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાટણ

કોરોના વાયરસને લઇ લોકડાઉનના બીજા તબક્કામાં પણ લોકો પોતાના ઘરોમાં બંધ છે. આ તરફ પોલીસની વધુ એક સરાહનિય કામગીરી સામે આવી છે. પાટણ પોલીસના પીઆઇએ ડિલીવરી દરમ્યાન મુશ્કેલી પડતા મહિલાને રક્તદાન કર્યુ છે. નોંધનિય છે કે, પાટણ જીલ્લામાં ગત દિવસોએ ત્રણેક પોલીસ કર્મચારીઓ ઉપર હુમલાની ઘટના સામે આવેલી છે. જોકે આ તરફ પોલીસની સરાહનિય કામગીરીની ઠેર-ઠેર પ્રશંસા થઇ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ શહેર અને લોકડાઉનની ચુસ્ત અમલ થઇ રહ્યો છે. આ તરફ ગત દિવસોએ પદ્મનાથ ચોકડી શાકમાર્કેટની બાજુની ઝૂંપડપટ્ટીમાં રહેતા 22 વર્ષીય સપનાબેન અજયભાઈ સોલંકી નામની મહિલાને લોહીની જરૂરીયાત ઉભી થઇ હતી. જોકે પ્રેગનેન્સી ધરાવતી મહિલાને લોહીની જરૂર હોવાની જાણ થતાં જ પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.વી.ડોડીયા તુરંત દોડી ગયા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી.ડોડીયાએ જરૂરીયાતમંદ મહિલાને રક્તદાન કરી માનવતાનું ઉત્તર ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. પ્રેગનેન્સી ધરાવતી મહિલાને લોકડાઉનમાં લોહીની જરૂર ઉભી થતાં લોહી મળવું મુશ્કેલ હતુ. આવા સમયે દેવદૂતની જેમ પીઆઇએ પોતે માનવતારૂપ કાર્ય સમજી રક્તદાન કરતા ઠેર-ઠેર તેમના આ કાર્યની સરાહના થઇ રહી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code