કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગામમાં ફ્રી આરોગ્ય ચેકઅપ કેમ્પ યોજાયો
અટલ સમાચાર,કાંકેરજ (ભગવાન રાયગોર) કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી પ્રાથમિક શાળામાં ફ્રી આરોગ્ય ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યો હતો. વેદાન્તા,કેર્ન ઈન્ડિયા કંપની અને હેલ્પેજ ઈન્દીયા દ્રારા ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.નિષ્ણાત ડોકટરો દ્વારા કેમ્પમાં વિવિધ રોગોનું ફ્રી ચેકઅપ કરી ફ્રી દવાઓ આપવામાં આવી હતી. કેર્ન ઈન્ડિયા કંપની અને હેલ્પેજ ઈન્ડિયા દ્વારા દર બુધવારે ભદ્રેવાડી, શિયા, રૂણી તેમજ
Jan 28, 2019, 11:51 IST

અટલ સમાચાર,કાંકેરજ (ભગવાન રાયગોર)
કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી પ્રાથમિક શાળામાં ફ્રી આરોગ્ય ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યો હતો. વેદાન્તા,કેર્ન ઈન્ડિયા કંપની અને હેલ્પેજ ઈન્દીયા દ્રારા ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.નિષ્ણાત ડોકટરો દ્વારા કેમ્પમાં વિવિધ રોગોનું ફ્રી ચેકઅપ કરી ફ્રી દવાઓ આપવામાં આવી હતી. કેર્ન ઈન્ડિયા કંપની અને હેલ્પેજ ઈન્ડિયા દ્વારા દર બુધવારે ભદ્રેવાડી, શિયા, રૂણી તેમજ અન્ય ગામોમાં એમ્બ્યુલન્સ દ્રારા ગામોમાં ફરીને ગામજનોને આ ફ્રી માં દવાઓ અને ચેકઅપ કરી આપવામાં આવે છે.
પ્રસંગે વેદાન્તા અને કેર્ન ઈન્ડિયા કંપની, ક્રેઇન ઓઇલ અને હેલ્પેજ ઈન્ડિયાના અધિકારીઓ તેમજ ડોકટરો અને ગામના સરપંચ, શાળાના આચાર્ય, ગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.