હેમચંદ્રાચાર્ય ઉ. ગુજરાત યુનિ. ની પરીક્ષાઓને અનુલક્ષી જાહેરનામું પ્રસિધ્‍ધ કરાયું
હેમચંદ્રાચાર્ય ઉ. ગુજરાત યુનિ. ની પરીક્ષાઓને અનુલક્ષી જાહેરનામું પ્રસિધ્‍ધ કરાયું

અટલ સમાચાર, પાલનપુર

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા તા.૨૨-૦૩-૨૦૧૯ થી તા.૦૯-૦૪-૨૦૧૯ સુધી યુનિ. દ્વારા નિયત પરીક્ષા કેન્‍દ્રો ખાતે વિવિધ અભ્‍યાસક્રમોની વાર્ષિક પરીક્ષાઓ યોજાનાર છે. આ પરીક્ષાઓનુ સંચાલન સરળતાથી થાય, પરીક્ષાઓ શાંત અને સ્‍વચ્‍છ વાતાવરણમાં યોજાય તેમજ વિશ્વસનીયતાનુ વાતાવરણ સર્જાય, અસામાજીક તત્‍વોના ત્રાસ અને ભય વગર ખંડ નિરીક્ષકો નિરીક્ષણ કરે અને પરીક્ષાર્થીઓ શાંતચિત્તે પરીક્ષા આપે તે માટે બનાસકાંઠા જિલ્‍લામના નિયત થયેલા પરીક્ષા કેન્દ્રોની અંદર તથા તેની હદ મર્યાદાથી બહારના ૨૦૦ મીટરની ત્રિજ્યા વિસ્‍તારમાં નીચેના કૃત્‍યો કરવા ઉપર પ્રતિબંધ મુકવાનુ વ્‍યાજબી અને આવશ્‍યક જણાતુ હોવાથી સંદીપ જે. સાગલે (આઇ.એ.એસ.) જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, બનાસકાંઠા-પાલનપુરને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જીલ્‍લાના આ પરીક્ષાના નિયત થયેલ પરીક્ષા સ્થળો ઉપર તા.૨૨-૦૩-૨૦૧૯ થી તા.૦૯-૦૪-૨૦૧૯ સુધી (બન્ને દિવસો સહીત) પરીક્ષા કેન્‍દ્રોના સ્‍થળે, પરીક્ષા સમય દરમ્‍યાન જે તે પરીક્ષા કેન્‍દ્રના સ્‍થળના હદ મર્યાદાથી બહાર ૨૦૦ મીટરના ત્રિજયા વિસ્‍તારમાં નીચેના કૃત્‍યો કરવા પ્રતિબંધ મુકવા હુકમ કરવામાં આવ્‍યો છે.

(૧) પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સબંધિત કામગીરીમાં રોકાયેલ ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્‍ય કોઇ બિન અધિકૃત માણસોએ પરીક્ષા કેન્‍દ્રોની અંદર તથા પરીક્ષા કેન્‍દ્રોની હદ મર્યાદાથી બહારના ૨૦૦ મીટરની ત્રિજયા વિસ્‍તારમાં દાખલ થવુ નહી.
(૨) કોઇપણ ઇસમ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહી.
(૩) પરીક્ષા સબંધી ચોરી કરાવી શકાય તેવી કોઇ વસ્‍તુ/ઇલેકટ્રોનિક યંત્ર, પુસ્‍તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલનુ વહન કરવુ નહી કે કરાવવામાં મદદગારી કરવી નહી.
(૪) કોઇપણ વ્‍યકિત પેજર, સેલ્‍યુલર ફોન, મોબાઇલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, વોકીટોકી સેટ, સાથે લઇ જઇ શકશે નહી. અથવા તેનો ઉપયોગ કરી શકશે નહી.
(૫) પરીક્ષાર્થીઓને શાંતિ અને લેખનકાર્યમાં અડચણ, વિક્ષેપ ધ્‍યાનભંગ થાય તેવુ કોઇ કૃત્‍ય કરવું/કરાવવુ નહી..