હડકંપ@ઇડર: મંજૂરી વગરના ગરબામાં કિંજલ દવેના તાલે લોકો ઝૂમ્યાં, 4 આયોજકની અટકાયત

અટલ સમાચાર ડોટ કોમ, ઇડર કોરોનાકાળ વચ્ચે ઇડરમાં મંજૂરી વગર ગરબાનો કાર્યક્રમ યોજાતાં મોટી કાર્યવાહી સામે આવી છે. ગઇકાલે રાત્રે લોકગાયિકા કિંજલ દવેની ઉપસ્થિતિમાં ઇડર ખાતે બંગ્લોઝમાં મકાનના બુકિંગ માટે મેળાવડો કરી ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં અચાનક પોલીસ પહોંચતાં આયોજકોએ કોઇપણ કચેરીની પૂર્વ મંજૂરી નહીં મેળવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ સાથે કાર્યક્રમમાં મોટી
 
હડકંપ@ઇડર: મંજૂરી વગરના ગરબામાં કિંજલ દવેના તાલે લોકો ઝૂમ્યાં, 4 આયોજકની અટકાયત

અટલ સમાચાર ડોટ કોમ, ઇડર

કોરોનાકાળ વચ્ચે ઇડરમાં મંજૂરી વગર ગરબાનો કાર્યક્રમ યોજાતાં મોટી કાર્યવાહી સામે આવી છે. ગઇકાલે રાત્રે લોકગાયિકા કિંજલ દવેની ઉપસ્થિતિમાં ઇડર ખાતે બંગ્લોઝમાં મકાનના બુકિંગ માટે મેળાવડો કરી ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં અચાનક પોલીસ પહોંચતાં આયોજકોએ કોઇપણ કચેરીની પૂર્વ મંજૂરી નહીં મેળવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ સાથે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં સોશિયલ ડિસ્ટન્સના ઘજાગરા ઉડ્યા હતા. ઘટનાને લઇ ઇડર PSI એ 4 લોકોના નામજોગ ગુનો દાખલ કરાવ્યો હતો. જે બાદમાં તમામ આયોજકોની અટકાયત કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હડકંપ@ઇડર: મંજૂરી વગરના ગરબામાં કિંજલ દવેના તાલે લોકો ઝૂમ્યાં, 4 આયોજકની અટકાયત

સાબરકાંઠા જીલ્લાના ઇડરથી વલાસણા જવાના રોડ પર રોઝવેલી બંગ્લોઝમાં મકાનના બુકીંગ માટે મેળાવડો યોજાયો હતો. જેમાં રાસગરબા રાખ્યા હોઇ લોકગાયિકા કિંજલ દવે પર હાજર રહી હતી. આ તરફ નાઇટ પેટ્રોલિંગમાં ફરતી ઇડર પોલીસની જીપ સ્થળ પહોંચતાં તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં કોઇપણ પ્રકારની મંજૂરી વગર આ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. આ સાથે મોટી સંખ્યામાં લોકો માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતાં જોવા મળ્યા હતા.

હડકંપ@ઇડર: મંજૂરી વગરના ગરબામાં કિંજલ દવેના તાલે લોકો ઝૂમ્યાં, 4 આયોજકની અટકાયત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, લોકગાયિકા કિંજલ દવે ફરી એકવાર વિવાદોના વંટોળમાં આવી છે. કોરોનાકાળ વચ્ચે કોઇપણ ક્રાર્યક્રમ યોજવા પૂર્વ મંજૂરી ફરજીયાત હોવા છતાં આયોજકોએ આ કાર્યક્રમ ગોઠવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. સમગ્ર મામલે ઇડર PSI એન.એમ.ચૌધરીએ આયોજક અંકીતભાઇ નાયી (મડાણા-ગઢ, તા.પાલનપુર), મયંકભાઇ રમેશભાઇ પ્રજાપતિ(વાડિયાવિર,તા.ઇડર), ભાવેશભાઇ કેશવલાલ રાઠોડ (તીમ્બાચૂડી,તા.વડગામ, યજ્ઞેશભાઇ હસમુખભાઇ પટેલ (વડગામ)ની સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે તમામ સામે આઇપીસી કલમ 269, 188, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(b) અને મહામારી અધિનિયમ 1897ની કલમ 3 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લોકગાયિકા કિંજલ દવેના તાલે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાં

ઇડરમાં યોજાયેલ કાર્યક્રમમાં લોકગાયિકા કિંજલ દવેના તાલે મોટી સંખ્યામાં લોકો ઝુમ્યા હોઇ સોશિયલ ડિસ્ટન્સના સરેઆમ ધજાગરા થયા હતા. આ તરફ હવે સવાલ એ થાય છે કે, મહામારી અને કોઇપણ કાર્યક્રમની મંજૂરી ફરજીયાત હોવા છતાં આવા કાર્યક્રમો યોજાઇ કઇ રીતે શકે ? આ તરફ ઇડર PI રાઠવાના જણાવ્યાનુંસાર પોલીસે 4 આયોજકો સામે ગુનો નોંધી તમામની અટકાયત કરી છે.

હડકંપ@ઇડર: મંજૂરી વગરના ગરબામાં કિંજલ દવેના તાલે લોકો ઝૂમ્યાં, 4 આયોજકની અટકાયત
જાહેરાત