સ્વાઇન ફલુ માટે સોમવાર સુધી 23 જિલ્લામાં આઇસોલેશન વોર્ડ શરૂ કરો: હાઇકોર્ટ
સ્વાઇન ફલુ માટે સોમવાર સુધી 23 જિલ્લામાં આઇસોલેશન વોર્ડ શરૂ કરો: હાઇકોર્ટ

અટલ સમાચાર,અમદાવાદ

ગુજરાત હાઇકોર્ટે સ્વાઇનફ્લૂ મામલે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે સોમવાર સુધીમાં રાજ્ય સરકારે 23 જિલ્લામાં સોમવાર સુધી આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવે. હાઇકોર્ટે સરકારને આવતીકાલ સુધીમાં શું સુવિધા આપવામાં આવી છે તેની પ્રાથમિક માહિતી રજૂ કરવા જણાવ્યું છે.
આ સાથે સિવિલ હૉસ્પિટલમાં ક્યા ક્યા ઉપકરણો છે અને તેની સારવાર કેવી રીતે કરવામાં આવી રહી છે, તેની પણ માહિતી આપવામાં આવે. હાઇકોર્ટે ટકોર કરતા જણાવ્યું હતું કે ખાનગી હૉસ્પિટલોને ફક્ત કમાણી કરવામાં જ રસ છે.

હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે કરેલી કામગીરીની માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં રાજ્યના સ્વાસ્થ્ય કમિશનર જયંતિ રવિએ જણાવ્યું, “વર્ષ 2019માં અત્યારસુધીમાં 559 કેસ 55 કેસમાં મરણ મરણ 3.57 ટકા મરણ છે. સ્વાઇફ્લૂની બિમારીમાં અત્યારે રાઇઝિંગ ટ્રેન્ડ છે, જે એક વિક સુધી હજુ ચાલે તેવી આશંકા છે, અને આ એક વિક સુધી હજુ મરણાંકનો આંકડો જોવા મળી શકે છે.”