હાઇએલર્ટની એંસીતૈંસી: યાત્રાધામ બેચરાજીમાં સુરક્ષાના નામે મીંડુ

અટલ સમાચાર,મહેસાણા 14 ફેબ્રુઆરીએ પુલવામામાં આંતકીઓએ કાયરતાથી સીઆરપીએફના જવાનો પર આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફના 44 જેટલા જવાન શહીદ થયા હતા. જોકે ભારતીય વાયુ સેનાએ મંગળવારે પાકીસ્તાનમાં ઘુસીને 350 થી વધુ આતંકવાદીઓનો ખાત્મો કરી દીધો હતો. તેને લઇને પાકીસ્તાન ફરી કોઇ આત્મધાતી હુમલો કે કોઇ ઘટનાને અંજામ ના આપી શકે તે માટે દેશભરના પવિત્ર
 
હાઇએલર્ટની એંસીતૈંસી: યાત્રાધામ બેચરાજીમાં સુરક્ષાના નામે મીંડુ

અટલ સમાચાર,મહેસાણા

14 ફેબ્રુઆરીએ પુલવામામાં આંતકીઓએ કાયરતાથી સીઆરપીએફના જવાનો પર આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફના 44 જેટલા જવાન શહીદ થયા હતા. જોકે ભારતીય વાયુ સેનાએ મંગળવારે પાકીસ્તાનમાં ઘુસીને 350 થી વધુ આતંકવાદીઓનો ખાત્મો કરી દીધો હતો. તેને લઇને પાકીસ્તાન ફરી કોઇ આત્મધાતી હુમલો કે કોઇ ઘટનાને અંજામ ના આપી શકે તે માટે દેશભરના પવિત્ર યાત્રાધામમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ. અને યાત્રાધામોમાં કડક સુરક્ષા સાથે બંદુકધારી જવાનો તૈનાત કરી દેવાયા હતા. પરંતુ મહેસાણા જીલ્લાના પવિત્ર યાત્રાધામ બેચરાજી ખાતે હાઇએલર્ટની ધજીયા ઉડાડાતી હોય તેમ સુરક્ષાના નામે મિંડુ જોવા મળયુ હતુ.

યાત્રાધામ બેચરાજીમાં દર વર્ષે-દહાડે લાખોની સંખ્યામાં ભકતો દર્શનાર્થે આવતા હોય છે. પરંતુ હાઇએલર્ટને જાહેર કરાયા બાદ પણ તંત્ર ઘ્વારા આ મંદીરની સુરક્ષામાં ચુક રાખી હોવાનું સ્થાનિકો જણાવી રહયા છે.યાત્રાધામ બેચરાજીમાં એક પણ હથિયારધારી જવાન તૈનાત કરવામાં આવ્યા નથી. મહત્વનું છે કે, યાત્રાધામ બેચરાજીમાં કોઇ અનિચ્છનિય બનાવ બને તો હથિયારધારી જવાનોની ગેરહાજરીથી કોઇ મોટી ઘટના પણ બની શકવાનો લોકોને ભય છે.

મહત્વનું છે કે ગુરૂવારે સવારે ૧૧:૦૦ વાગ્યા સુધી કોઇ પોલીસ બંદોબસ્ત જોવા મળતો નથી. જેથી જીલ્લા પોલીસ તંત્ર ઉપર સવાલો ઉઠી રહયા છે.