હાઇપ્રોફાઇલ@વારાણસી: નરેન્દ્ર મોદી સામે પ્રિયંકા ગાંધીને ઉતારવા મંથન

અટલ સમાચાર,ડેસ્ક દેશની સૌથી પાવરફુલ વારાણસી લોકસભા બેઠકના સાંસદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસ દિગ્ગજ ચહેરો ઉતારવા મથામણ આદરી છે. જેમાં યુવાનોમાં આકર્ષિત પ્રિયંકા ગાંધીને ઉમેદવાર બનાવવા ઉપર હાઇકમાન્ડે મંથન શરૂ કર્યુ છે. કોંગ્રેસ નરેન્દ્ર મોદી સામે કાંટે કી ટકકર આપવા પ્રિયંકાનું નામ ફાઇનલ કરવા લગભગ નકકી કર્યુ છે. જેમાં ઉમેદવારીના અંતિમ દિવસે પ્રિયંકા
 
હાઇપ્રોફાઇલ@વારાણસી: નરેન્દ્ર મોદી સામે પ્રિયંકા ગાંધીને ઉતારવા મંથન

અટલ સમાચાર,ડેસ્ક

દેશની સૌથી પાવરફુલ વારાણસી લોકસભા બેઠકના સાંસદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસ દિગ્ગજ ચહેરો ઉતારવા મથામણ આદરી છે. જેમાં યુવાનોમાં આકર્ષિત પ્રિયંકા ગાંધીને ઉમેદવાર બનાવવા ઉપર હાઇકમાન્ડે મંથન શરૂ કર્યુ છે. કોંગ્રેસ નરેન્દ્ર મોદી સામે કાંટે કી ટકકર આપવા પ્રિયંકાનું નામ ફાઇનલ કરવા લગભગ નકકી કર્યુ છે. જેમાં ઉમેદવારીના અંતિમ દિવસે પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારી નાગરિકોને સરપ્રાઇઝ આપવા તૈયારી છે.

દેશમાં ગત લોકસભા ચુંટણી દરમ્યાન મોદી લહેર હોવા છતાં વારાણસી બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હાર-જીતનું ખાસ અંતર ન હતુ. આ પછી બદલાયેલા સમીકરણો-સમસ્યાઓ અને જનાધાર વધ્યો હોવાની ગણતરી રાખી વારાણસી માટે કોંગ્રેસ હરકતમાં આવી છે. ભાજપ અમેઠીમાં રાહુલ ગાંધીને ઘેરી રહી છે તે રીતે વડાપ્રધાન મોદીને વારાણસીમાં ઘેરવામાં આવે તેવુ કોંગ્રેસે નકકી કર્યુ છે.

સમગ્ર બાબતે કોંગ્રેસના ટોપ લેવલના નેતાઓની આક્રમક તૈયારી સામે સોનિયા ગાંધીની અંતિમ મંજુરી બાકી છે. મહાગઠબંધન વચ્ચે વહેંચાયેલી બેઠકો અને વારાણસી બેઠકમાં કોંગ્રેસની મજબુતાઇ સહિતની ગણતરીઓ રાખી ટૂંક સમયમાં પ્રિયંકા ગાંધીને ઉમેદવાર જાહેર કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધીએ ફેબ્રુઆરીમાં સક્રીય રાજનીતિમાં પ્રવેશ કર્યો છે. કોંગ્રેસના મહાસચિવ તરીકે ઉત્તરપ્રદેશના પૂર્વ વિસ્તારની જવાબદારી આપી છે. આથી કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓ જોરશોરથી પ્રિયંકાને મેદાનમાં ઉતારવા જણાવી રહયા છે.