અટલ સમાચાર. સાબરકાંઠા
હિંમતનગર ખાતે આવેલી સાબરકાંઠા જીલ્લા શિક્ષણાધીકારી કચેરીનાં હેડ ક્લાર્ક રૂ .10 હજારની લાંચ લેતા એસીબિનાં છટકામા ઝડપાયા છે. આરોપી
જીવરાજભાઈ ધૂળજીભાઈ બરંડા, હેડ ક્લાર્ક, વર્ગ-૩,
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, સાબરકાંઠા, હિંમતનગર.(રહે- ૯૨, સુભાષનગર, સહકારી જીન રોડ, હિમ્મતનગર) ને સનીવારે લાંચ લેેેતા જડપી લેવાયા હતા.
આ કામના ફરિયાદી જુનિયર ક્લાર્ક તરીકે શાળામાં ફરજ બજાવે છે. તેઓએ પોતાના જી.પી. ફંડમાંથી ₹૧,૯૦,૦૦૦ ઉપાડવા માટે અરજી કરેલ. જે અરજીમા વાંધા કાઢી આ કામના આરોપી અવારનવાર પરત કરતા હોઈ અને જો જી.પી. ફંડ જોઈતું હોય તો વ્યવહારના
રુ.૧૦,૦૦૦ થશે તેમ કહી લાંચની માંગણી કરતા હોઈ, ફરિયાદીએ લાંચ આપવી ન હોઈ તેઓએ એ.સી.બી. નો સંપર્ક કરતા આજરોજ એસીબી ગાંધીનગરે ગોઠવેલ લાંચના છટકામા આરોપીએ ફરિયાદી પાસેથી લાંચની માંગણી કરી સ્વીકારી ટ્રેપ દરમ્યાન પકડાઈ ગયેલ છે.