આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,હિંમતનગર

હિંમતનગરની રાજેન્દ્રનગર ચોકડી પાસે મંગળવારે બપોરના સમયે એક મારૂતિવાનમાં આગ લાગતા અફડાતફડી નો માહોલ સર્જાયો હતો. વાનમાં આગ લાગવાના કારણ બાબતે શોર્ટ-સર્કિટ થઇ હોવાનું માનવામાં આવી રહયુ છે. ઉનાળામાં લાગેલી આગ જોતજોતામાં આખી વાનમાં પ્રસરી જતા મારૂતિ વાન બળીને ખાખ થઇ ગઇ હતી. જોકે કોઇ જાનહાનિ થઇ હોવાના સમાચાર આવેલ નથી. રાજેન્દ્ર નગર ચોકડી નજીક મારૂતિવાનમાં આગ લાગવાના સમાચાર મળતા જ સ્થાનિકોએ એકઠા થઇ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code