આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,હિંમતનગર

હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે રાજ્યસભાના સાંસદ મધુસુદન મિસ્ત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાની હાજરીમાં આગામી ૨૮ ફેબ્રુઆરીમાં યોજાનાર કોંગ્રેસની જન સંકલ્પની રેલીમાં જિલ્લાભરમાંથી કોંગ્રેસી કાર્યકરો પહોંચે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના જીલ્લા પંચાયતના સદસ્ય ,પદાધિકારીઓ ,જીલ્લા કોંગ્રેસના પ્રમુખ મણીભાઈ પટેલ તેમજ કોંગ્રેસના હોદ્દેદારો તેમજ જીલ્લા કોંગ્રેસનાં આગેવાનોની હાજરીમાં મીટીંગ મળી હતી. આ મીટીંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ કાર્યકરોને પોતાના વિસ્તારમાંથી સ્વયં-ભૂ મોટી સંખ્યામાં કોંગ્રેસની રેલીમાં આવવા ઇચ્છતા કોંગ્રેસી કાર્યકરોએ મીટીંગ સ્થળે કેવી રીતે જવું તેનું માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત રાજ્ય સભાના સભ્ય મધુસુદન મિસ્ત્રીએ પણ કાર્યકરોને હાકલ કરતા જણાવ્યું હતું કે ૫૮ વર્ષ બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની મીટીંગ ગુજરાત માં મળી રહી છે. તે ગુજરાત પ્રદેશ માટે મહત્વની છે અને મીટીંગની સફળતાથી જે કાર્યકરોમાં જે ઉત્સાહ અને પ્રાણવાયુ પુરાશે તેનાથી લોક્સભાની ચૂંટણી જીતવામાં કોંગ્રેસ ખુબજ મજબુત બનશે અને જેથી મોટી સંખ્યામાં કાર્યકરોએ આ કાર્યક્રમમાં ઉમટી પડવાની હાકલ કરી હતી. તેમણે જણાવ્યું કે હાલ સમગ્ર દેશ સહીત ગુજરાતમાં કોંગ્રેસ તરફી માહોલ બન્યો છે. પ્રજા ખુદ કોંગ્રેસને ખોબલે ખોબલા મત આપવા બેઠી છે.અને તેવામાં પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીજી, સોનિયાજી,પ્રિયંકાજી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની હાજરીમાં જે જન સંકલ્પ રેલી યોજવા જઈ રહી છે તે ખુબજ મહત્વની બની રહેશે.

તો સોમવારે યોજાયેલી આ મીટીંગમાં ભીલોડાના ધારાસભ્ય ડૉ.અનીલ જોષીયારા ,પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ડીસાનાં પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, માણસાનાં પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ડૉ.દિનેશભાઈ પરમાર, એસ.સી સેલના પ્રદેશના મહામંત્રી રામભાઈ સોલંકી, પૂર્વ શિક્ષણમંત્રી કરશનદાસ સોનેરી, જીલ્લા પંચાયતના પ્રમુખ રતનબેન સુતરીયાં, જીલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ડાહ્યાભાઈ પટેલ, અશોકભાઈ પટેલ સહીત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા હતા.અને કાર્યક્રમને સફળ બનાવવા તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં સભા સ્થળે પહોંચે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

29 Sep 2020, 2:04 AM (GMT)

COVID-19 Global Stats

33,546,651 Total Cases
1,006,337 Death Cases
24,876,169 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code