આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દલ ઓજસ્વીની મહિલા પરિષદ હિંમતનગર દ્વારા રક્ષાબંધનના કાર્યક્રમનુ બુધવારે આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પ્રજાની રક્ષા માટે પોતાના પરીવારથી દુર રહી ધણા તહેવારો પણ ના મનાવી શકતા પોલીસ કર્મચારીઓ સતત લોકોને સુરક્ષા સલામતી અપાવે છે. આવા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને ઓજસ્વીની અને મહિલા પરીષદ દ્વારા રાખડી બાંધવામાં આવી હતી.

હિંમતનગર ખાતે DYSP કચેરી, A ડીવીજન, B ડીવીજન, DSP કચેરી, ક્રાઈમ બ્રાન્ચ અને ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં રક્ષાસુત્ર બાંધી એમની સુરક્ષા માટે બહેનો દ્વારા ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ ઓજસ્વિની રાષ્ટ્રીય મહિલા પરીષદ હિંમતનગર શહેર ટીમે ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code