હિંમતનગર@અકસ્માત: બસ,ટેન્કર અને ટ્રક ઘડાકાભેર અથડાયા
અટલ સમાચાર,હિંમતનગર સાબરકાંઠાના હિંમતનગરના અંબુજા ફેકટરી નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહોતી. હિંમતનગરના અંબુજા ફેકટરી આગળ શુકવારે હિંમતનગરથી અમદાવાદ જતી એક ટ્રક અચાનક ફેકટરી બાજુ વળતા હાઇવે પરથી પસાર થતા સરકારી બસ અને ટેન્કર સાથે ઘડાકાભેર અથડાતા ટ્રીપલ અકસ્માત થયો હતો. જોકે ટ્રીપલ અકસ્માતમાં સરકારી બસમાં સવાર 45 જેટલા મુસાફરોનો
Apr 5, 2019, 14:13 IST

અટલ સમાચાર,હિંમતનગર
સાબરકાંઠાના હિંમતનગરના અંબુજા ફેકટરી નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહોતી.
હિંમતનગરના અંબુજા ફેકટરી આગળ શુકવારે હિંમતનગરથી અમદાવાદ જતી એક ટ્રક અચાનક ફેકટરી બાજુ વળતા હાઇવે પરથી પસાર થતા સરકારી બસ અને ટેન્કર સાથે ઘડાકાભેર અથડાતા ટ્રીપલ અકસ્માત થયો હતો. જોકે ટ્રીપલ અકસ્માતમાં સરકારી બસમાં સવાર 45 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.