હિંમતનગર: આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કલેક્ટરને આવેદન

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ સાબરકાંઠા જિલ્લા દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ. આસામ NRCમાં 15 લાખ હિન્દુઓને વિદેશી જાહેર કરવામાં આવ્યા છે. જયારે 49 લાખ બાંગલાદેશી મુસ્લિમોને સ્વદેશી જાહેર કરીને નાગરિક ગણાવામાં આવ્યા તેનો વિરોધ કરતા આ આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. આવેદનપત્રમાં 1971 પછીના જેટલા પણ
 
હિંમતનગર: આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કલેક્ટરને આવેદન

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ સાબરકાંઠા જિલ્લા દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ. આસામ NRCમાં 15 લાખ હિન્દુઓને વિદેશી જાહેર કરવામાં આવ્યા છે. જયારે 49 લાખ બાંગલાદેશી મુસ્લિમોને સ્વદેશી જાહેર કરીને નાગરિક ગણાવામાં આવ્યા તેનો વિરોધ કરતા આ આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. આવેદનપત્રમાં 1971 પછીના જેટલા પણ હિન્દુ શરણાર્થી છે તેમને ભારતના નાગરિક ગણવામાં આવે જેવી અનેક માંગો કરવામાં આવી છે.

હિંમતનગર: આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કલેક્ટરને આવેદન

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય બજરંગ દળ સાબરકાંઠા જીલ્લા અધ્યક્ષ કનકસિંહ ઝાલા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ હિંમતનગર શહેર ઉપાધ્યક્ષ ગૌરવભાઈ દરજી, રાષ્ટ્રીય બજરંગ દળ હિંમતનગર શહેર અધ્યક્ષ પ્રવિણસિંહ રાજપુત
, હિન્દુ હેલ્પલાઈન હિંમતનગર તાલુકા અધ્યક્ષ હાર્દિકભાઈ સોની, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ હિંમતનગર તાલુકા ઉપાધ્યક્ષ પ્રફુલ્લભાઈ સોની, રાષ્ટ્રીય છાત્ર પરીષદ હિંમતનગર શહેર સહમંત્રી મહેશભાઈ માળી, હિન્દુ હેલ્પલાઈન હિંમતનગર શહેર ઉપાધ્યક્ષ દિનેશભાઈ સોનગરા, રાષ્ટ્રીય બજરંગ દળ હિંમતનગર શહેર સહમંત્રી નિલેષભાઈ જારેવાલ તથા ચિન્મયભાઈ સોની સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

હિંમતનગર: આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કલેક્ટરને આવેદન