આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,હિંમતનગર

હિંમતનગર નગરપાલીકા દ્વારા વિકાસના કામો અંતર્ગત નલિનકાંત ગાંધી ટાઉનહોલનુ રીનોવેશન કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી કરે તે પહેલાં બૂમરાણ ઊભી થઈ છે. અધધધ.. 5 કરોડનો ખર્ચ માત્ર સમારકામ માટે કરતાં વિપક્ષ કોંગ્રેસે ભષ્ટ્રાચારના આક્ષેપ કર્યા છે.

ભાજપ શાસિત હિંમતનગર પાલિકાએ જૂના ટાઉનહોલને અદ્યતન કરવા 5 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જેમાં ઘણો જ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે લોકાર્પણના દિવસે ધરણાં કરવા કમર કસી હતી. જોકે તંત્ર દ્વારા મંજૂરી નહિ મળતા વિપક્ષના ઈમરાન બાદશાહે નારાજગી વ્યક્ત કરી હતી.

આ તરફ ચીફ ઓફિસરે સમગ્ર મામલે બચાવ કરતાં જણાવ્યું હતું કે, માત્ર દિવાલ સિવાય તમામ નવીન છે. ટાઉનહોલ જોયા પછી વિપક્ષે આક્ષેપ કરવા જોઈએ તેવું કહેતા ભાજપી નગરસેવકોને વહીવટી સાથ મળી ગયો છે. ભ્રષ્ટાચાર ના થાય તે માટે કોઈજ અસરકારક પગલાં લેવામાં આવેલ નથી કે સ્વતંત્ર તપાસ સમિતી બનાવી ન હોવાથી કોંગ્રેસના નગરસેવકો આક્રમક બન્યા છે.

હિંમતનગર નગરપાલીકામાં ચાલતા તમામ કામોની યોગ્ય તપાસ કરવામાં આવે તો કૌભાંડ અને ભષ્ટ્રાચાર બહાર આવી શકે તેમ વિપક્ષ માની રહ્યો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code