આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,હિંમતનગર

હિંમતનગર શહેરમાં રહેતા ૪ર વર્ષના યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા પરિવાર સહિત સમાજમાં ચકચાર મચી ગઇ છે. ફાયનાન્સનો ધંધો કરતા ગુણવંત પટેલે ગ્રામ્ય વિસ્તારમાં દવા પી મોત વ્હાલું કરતા પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાને પગલે હિંમતનગર શહેર અને તાલુકા પોલીસે તજવીજ હાથ ધરી છે.

હિંમતનગર શહેરની ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા ગુણવંત પટેલ છેલ્લા કેટલાક સમયથી ફાયનાન્સનો ધંધો કરતા હતા. આ દરમ્યાન શુકવારે બપોરે હિંમતનગર નજીક ગ્રામ્ય વિસ્તારમાં કોઇ કામ અર્થે ગયા હતા. જયાં બપોરે ત્રણ વાગ્યે દવા પી આત્મહત્યા કરી લીધાના સમાચાર આવતાં પોલીસ અને પરિવારજનોમાં દોડધામ મચી ગઇ હતી. મૃતકને સિવિલ હોસ્પિટલ લાવી પોસ્ટમોર્ટમ સહિતની તજવીજ હાથ ધરવામાં આવી હતી. હિંમતનગર એ ડીવીઝન પોલીસે આત્મહત્યા કરી હોવાનું કહેતા છતાં હત્યા થઇ હોવાની પણ શંકા ઉભી થઇ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code