આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,હિંમતનગર

સાબરકાંઠા જિલ્લામાં પ્રોહીબીશનની બદી સંપુર્ણપણે નાબુદ કરવા માટે જીલ્લા પોલીસ અધિક્ષકે એલ.સી.બી ટીમને આપેલ સુચના આધારે વી.આર.ચાવડા, પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી તથા જે.પી.રાવ, પો.સ.ઇ, એ.એસ.આઇ. વિષ્ણુભાઇ, પો.કો. વિજયકુમાર, હેડ કોન્સ. રાકેશકુમાર,પો.કો. સનતકુમાર,પો.કો. કાળાજી, પો.કો. ચન્દ્રસિંહ, પો.કો.દિલીપસિંહ, પો.કો. નિરીલકુમાર એલ.સી.બી. સ્ટાફના માણસો વોચમાં હતા. આ દરમ્યાન પો.ઇન્સ. વી.આર.ચાવડાને ખાનગી બાતમી મળી હતી કે, ‘‘રાજસ્થાનમાંથી ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી એક ટ્રક શામળાજી તરફથી સાબરકાંઠા જીલ્લામાં થઇ મહેસાણા તરફ જનાર છે’’ જે હકીકતથી સ્ટાફને વાકેફ કરતાં પોલીસ સ્ટાફના માણસો સાથે સવગઢ આર.ટી.ઓ. સર્કલ ચાર રસ્તા ઉપર જડબેસલાક નાકાબંધી ગોઠવી મોતીપુરા બાયપાસ તરફથી આવતા વાહનોની વોચમાં હતા. આ દરમ્યાન મોતીપુરા તરફથી ટ્રક આવતા તે રોકી ચેક કરતા ટ્રકના ભુસાના કોથળાઓની આડશમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયર ટીન પેટી નંગ-259 માં કુલ બોટલ/બીયર ટીન નંગ-4704 કિ.રૂ.11,97,600 મળી આવી હતી. પોલીસે મોબાઇલ ફોન નંગ-3 કિ.રૂ.3૦૦૦, ટાટા ટ્રકની કિ.રૂ.12,00,000 મળી કુલ કિ.રૂ.24,00,600 ના મુદ્દામાલ સાથે સવગઢ આર.ટી.ઓ. સર્કલ ખાતેથી પ્રકાશચંદ્ર સ/ઓ રૂપલાલજી કન્નાજી ડાંગી રહે.સાલેરા કલ્લા તા.માવલી, જી.ઉદેપુર રાજસ્થાન, મોહનલાલ સ/ઓ ખેમાજી ટોડાજી ડાંગી રહે.સાલેરા કલ્લા તા.માવલી, જી.ઉદેપુર રાજસ્થાનને પકડી આરોપીઓ વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટેશને ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.

27 Oct 2020, 12:38 PM (GMT)

COVID-19 Global Stats

43,767,889 Total Cases
1,164,227 Death Cases
32,161,965 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code