હિંમતનગર પાલિકાએ 2 હજાર કિલો પ્લાસ્ટીક જપ્ત કરી 32 હજારનો દંડ વસુલ્યો

અટલ સમાચાર, હિમ્મતનગર હિંમતનગર પાલિકા દ્વારા શહેરને પ્લાસ્ટિક ફ્રી બનાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં 50 માઈક્રોનથી પાતળા પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહેલા વેપારીઓ, દુકાનદારો, અને હોલસેલ વેપારીઓ વિરૂધ્ધ છેલ્લા એક સપ્તાહની કાર્યવાહી ચાલી રહી છે. આ એક અઠવાડીયા દરમ્યાન 2 હજાર કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. જેની સાથે 32 હજારનો દંડ પણ
 
હિંમતનગર પાલિકાએ 2 હજાર કિલો પ્લાસ્ટીક જપ્ત કરી 32 હજારનો દંડ વસુલ્યો

અટલ સમાચાર, હિમ્મતનગર

હિંમતનગર પાલિકા દ્વારા શહેરને પ્લાસ્ટિક ફ્રી બનાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં 50 માઈક્રોનથી પાતળા પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહેલા વેપારીઓ, દુકાનદારો, અને હોલસેલ વેપારીઓ વિરૂધ્ધ છેલ્લા એક સપ્તાહની કાર્યવાહી ચાલી રહી છે. આ એક અઠવાડીયા દરમ્યાન 2 હજાર કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. જેની સાથે 32 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

હિંમતનગર પાલિકા ધ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક માટે ગયા સપ્તાહમાં ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અંગે નગર પાલિકા પ્રમુખ અનિરુદ્ધ સોરઠીયા અને આરોગ્ય સમિતિના ચેરમેન સાવન દેસાઈએ જણાવ્યુ હતું કે શહેરમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકને સંપૂર્ણપણે નાબુદ કરવા પાલિકાના કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં વેપારીઓ સહીત શહેરીજનોને ઈકો ફ્રેન્ડલી થેલી વાપરવાનો આગ્રહ કરવામા આવી રહ્યાે છે.

જોકે, કેટલાક વેપારીઓ દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોઈ રેડ કરવામાં આવે છે. સોનુ પ્લાસ્ટિક, ઉમિયા પ્લાસ્ટિક નામની હોલસેલ વ્યવસાય કરતાં વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. અને કુલ 955 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક નો જથ્થો જપ્ત કરી દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઝુંબેશ આગામી દિવસોમાં ચાલુ રહેનાર છે.