આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,હિંમતનગર

સાબરકાંઠા જિલ્લામાં આવેલ ૬ નગરપાલિકાઓમાં ફરજ બજાવતા અંદાજે ૫૦૦થી વધુ સફાઈ કામદારોએ તેમની વિવિધ માંગણીઓ ન સંતોષાતા તેમના રાજ્યકક્ષાના યુનિયન દ્વારા તારીખ ૫ માર્ચથી અચોક્કસ મુદતની હડતાલનું એલાન કર્યું હતું. ત્યારે હિંમતનગર સહિત પાંચ નગરપાલિકાના સફાઈ કામદારો હડતાલમાં જોડાયાં છે. જેને લઈને જ્યાં સુધી તેમને હડતાલ સમેટાય નહિ ત્યાં સુધી તેમની હડતાલ સત્તાવાળાઓ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાનું આગોતરું આયોજન કરી દેવામાં આવ્યું છે. શહેરી વિસ્તારોમાં ગંદકીનો ઉપદ્રવ ન થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાઈ છે.

આ અંગેની વિગત એવી છે કે વિવિધ નગરપાલિકાઓમાં ફરજ બજાવતા સફાઈ કામદારોની રાજ્ય સરકારને લેખિત રજૂઆત કરીને તબક્કાવાર એવી માગણી કરી હતી કે સફાઈકામદારોની સરકારી કર્મચારીનો દરજ્જો આપવો જોઈએ તથા તેમની કાયમી કર્મચારી ગણીને વિવિધ લાભો પણ આપવા જોઈએ. ઉપરાંત વિવિધ સરકારી કચેરીઓમાં તથા નગરપાલિકાઓમાં સફાઈ કામદારો માટે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે તેને રદ કરવી જોઈએ. ઉપરાંત નગરપાલિકાઓમાં જે સફાઇ કામદારો ફરજ બજાવે છે તેમના વાલી વારસોને પણ જ્યારે જરૂર પડે ત્યારે તેમની કામદાર તરીકે નિમણૂક કરવી જોઈએ.

જોકે આવા મુદ્દાઓને લઈને સફાઈ કામદારોના રાજ્યકક્ષાના યુનિયનના અગ્રણીઓની સરકાર સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં તેમની માગણીનો પરત્વે સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી. જેને લઇને આ સફાઈ કામદારોએ પાલિકાના સત્તાવાળાઓ ને થોડા દિવસ અગાઉ આવેદનપત્ર આપ્યું હતું જેમાં એવી ચિમકી ઉચ્ચારાઇ છે કે અમો સફાઈ કામદાર તારીખ ૫ માર્ચ અને મંગળવારથી અચોક્કસ મુદતની હડતાળ પાડીને સફાઈ કામગીરી થંભાવી દઈશું તો બીજી તરફ શહેરમાં કચરાનો ઉપદ્વવ ન થાય તે માટે સાબરકાંઠાની તમામ નગરપાલિકાઓ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ છે. જે મુજબ સાબરકાંઠા હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ઇડર, વડાલી અને ખેડબ્રહ્માના વિવિધ વિસ્તારોમાં રહેતા લોકોના નિવાસ્થાને પાલિકાના ટ્રેક્ટરવાળી કચરાપેટી આવશે.

આ અંગે હિંમતનગર પાલિકાના ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલે શહેરીજનોને એવી અપીલ કરી છે કે હિંમતનગર પાલિકામાં ફરજ બજાવતા અંદાજે ૧૭૨ સફાઈ કામદારો મંગળવાર હડતાલ પર જાય ત્યારે પાલિકા વ્યવસ્થા માટે શહેરના તમામ વિસ્તારોમાં નિયમિત રીતે કચરાપેટી વાળું ટ્રેક્ટર આવશે જેથી લોકોએ કચરો ગમે ત્યાં ન ફેંકવાની અપીલ કરી હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code