હિંમતનગર@શિક્ષક ભરતી: ઇડર કોર્ટે 30 શિક્ષકોના જામીન નામંજૂર કર્યા

અટલ સમાચાર,હિંમતનગર સાબરકાંઠા જીલ્લામાં બહુચર્ચિત બોગસ શિક્ષક ભરતીકાંડમાં શુકવારે ઇડર કોર્ટે 30 શિક્ષકોના જામીન નામંજૂર કર્યા છે. શિક્ષકોએ બોગસ ડોક્યુમેન્ટના આધારે નોકરી મેળવી હતી. સીઆઇડી દ્વારા તપાસ બાદ કોર્ટના નિર્ણયથી શૈક્ષણિક આલમમાં ગરમાવો આવી ગયો છે. સાબરકાંઠાના પરોયા, ગુંદેલ, નાના સેબલીયા અને ચોરીવાડ હાઇસ્કૂલમાં 39 શિક્ષકોની ડી.ઇ.ઓ. કચેરીના અધિકારીઓની મીલીભગતથી બોગસ ભરતી કરી કૌભાંડ આચરવામાં
 
હિંમતનગર@શિક્ષક ભરતી: ઇડર કોર્ટે 30 શિક્ષકોના જામીન નામંજૂર કર્યા

અટલ સમાચાર,હિંમતનગર

સાબરકાંઠા જીલ્લામાં બહુચર્ચિત બોગસ શિક્ષક ભરતીકાંડમાં શુકવારે ઇડર કોર્ટે 30 શિક્ષકોના જામીન નામંજૂર કર્યા છે. શિક્ષકોએ બોગસ ડોક્યુમેન્ટના આધારે નોકરી મેળવી હતી. સીઆઇડી દ્વારા તપાસ બાદ કોર્ટના નિર્ણયથી શૈક્ષણિક આલમમાં ગરમાવો આવી ગયો છે.

સાબરકાંઠાના પરોયા, ગુંદેલ, નાના સેબલીયા અને ચોરીવાડ હાઇસ્કૂલમાં 39 શિક્ષકોની ડી.ઇ.ઓ. કચેરીના અધિકારીઓની મીલીભગતથી બોગસ ભરતી કરી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેને પગલે છેલ્લા કેટલાક મહિનાઓથી તપાસનો ધમધમાટ વધી ગયો છે.

આ સમગ્ર મામલે તત્કાલીન ડી.ઈ.ઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અગાઉ આ મામલે નિમાયેલી તપાસ કમિટીએ પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો. કૌભાંડનો પર્દાફાશ થતાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ફરજ બજાવતા અને શિક્ષકોને એન.ઓ.સી. આપનાર બે કલાર્કને સસ્પેન્ડ કરાયા હતા. આ સંદર્ભે શુકવારે ઇડર કોર્ટે 30 શિક્ષકોના જામીન નામંજૂર કરતા ચકચાર મચી ગઇ છે.