હિંમતનગરઃ પરિવાર વતનમાં શ્રાદ્ધ કરવા ગયો, ચોર ઘરમાં ફરી વળતાં લાખોની ચોરી

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ પછી મોંઘવારીએ વધુ પડતું જોર પકડ્યું હોવાથી દિન પ્રતિદિન ચોરીના બનાવો વધતાં જતાં રહે છે. હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલી ઉમિયા વિજય સોસાયટીમાં એક પરીવાર વતનમાં શ્રાદ્ધ કરવા ગયો હતો અને તસ્કરો કારમાં ત્રાટકી બંગલાનું તાળુ તોડી લાખ્ખો રૂપિયાની ચોરી કરી રફુચક્કર થતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે. ચોરીની ઘટનાના
 
હિંમતનગરઃ પરિવાર વતનમાં શ્રાદ્ધ કરવા ગયો, ચોર ઘરમાં ફરી વળતાં લાખોની ચોરી

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટ પછી મોંઘવારીએ વધુ પડતું જોર પકડ્યું હોવાથી દિન પ્રતિદિન ચોરીના બનાવો વધતાં જતાં રહે છે. હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલી ઉમિયા વિજય સોસાયટીમાં એક પરીવાર વતનમાં શ્રાદ્ધ કરવા ગયો હતો અને તસ્કરો કારમાં ત્રાટકી બંગલાનું તાળુ તોડી લાખ્ખો રૂપિયાની ચોરી કરી રફુચક્કર થતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે. ચોરીની ઘટનાના પગલે હિંમતનગર એ ડીવીઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યું હતુ કે, હિંમતનગરના સહકારી જીન નજીક પોષ વિસ્તારમાં આવેલી ઉમિયા વિજય સોસાયટીમાં બંધ મકાનનો નકુચો તોડી બંગલામાં પ્રવેશી ચોરીની ઘટનાને અંજામ આપતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. સતત ચોરી લૂંટની ઘટનાઓ બનતા સાબરકાંઠા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થીતી કથળી હોવાનું લોકો અહેસાસ અનુભવી રહ્યા છે.