આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,હિંમતનગર

સાબરકાંઠા જીલ્લા પોલીસ અધીક્ષક ચૈતન્ય મંડલીકએ આપેલ સુચના આધારે ના.પો.અધિ. કે.એચ.સુર્યવંશી હિંમતનગર ડીવીઝનના માર્ગદર્શન હેઠળ પ્રોહી પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન વી.યુ.ગડરીયા પો.સ.ઇ ગાંભોઇ પોલીસ સ્ટેશનને બાતમી મળેલ કે, ભીલોડા તરફથી એક સેવરોલેટ સ્પાર્ક ગાડી ઇગ્લીશ દારૂ ભરી ગાંભોઇ થઇ અમદાવાદ તરફ જનાર છે. જે બાતમી આધારે ગાંભોઇ મુકામે ભીલોડા ત્રણ રસ્તા પાસે નાકાબંધીમાં કરી હતી.

આ દરમ્યાન બાતમી વાળી સેવરોલેટ સ્પાર્ક ગાડી આવતાં પોલીસે તે ગાડી ઉભી રખાવી વાહન ચાલક અજય કાલીચરણ કુશ્વાહા રહે.બંગલા વિસ્તાર,રબારીવાસ, કુબેરનગર, સરદારનગર, અમદાવાદ, પીંકેશ ધીરૂભાઇ માછરેકર (રાઠોડ) રહે.માચીસ ગલી, જેકી દાદાની ચાલી, બંગલા વિસ્તાર રોડ, કુબેરનગર, સરદારનગર, અમદાવાદને નીચે ઉતારી ગાડીમાં તપાસ કરતાં ગાડીમાં પાછળની સીટ તથા ડીકીમાં ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ તથા બીયરના ટીન નંગ-624 કિંમત રૂ.62,400 નો પ્રોહી મુદ્દામાલ મળી આવતાં મુદ્દામાલ તેમજ મોબાઇલ ફોન-1 કિ.રૂ.200/- તેમજ સેવરોલેટ સ્પાર્ક ગાડી કિ.રૂ.2,00,000 ની મળી કુલ કિંમત રૂ.2,62,600નો મુદ્દામાલ હસ્તગત કરી બન્ને ઇસમો વિરૂધ્ધમાં પ્રોહી અંગે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

29 Sep 2020, 2:22 AM (GMT)

COVID-19 Global Stats

33,617,596 Total Cases
1,007,660 Death Cases
24,924,409 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code