આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,હિમંતનગર

સુરતમાં આગની ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વહીવટીતંત્રના આદેશને પગલે પાલિકાના સત્તાધીશો હરકતમાં આવ્યા છે. હિંમતનગર નગરપાલિકાએ શાળા અને કોલેજોમાં ફાયર સેફ્ટીની તપાસ બાદ નોટીસો ફટકારી છે. તો આ સાથે શહેરની રિદ્ધી કલાસીસ NOC વગર ચાલતી હોવાથી તેને સીલ પણ કરી છે. જેનાથી કલાસીસ આલમમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

હિંમતનગરમાં છેલ્લા કેટલાક સમયથી ફાયર સેફ્ટી સામે આંખ આડા કાન કરી શાળા, કોલેજ, ટ્યુશન ક્લાસ, ખાનગી સંસ્થાઓ, હોસ્ટેલ, મોલ, રેસ્ટોરન્ટ, હોટેલ, ખાનગી બિલ્ડીંગ ઊભી થઈ છે. સુરતની ઘટના બાદ આદેશ મળતાં હિંમતનગર પાલિકાએ તપાસ શરૂ કરી છે.

college danodarada

હિંમતનગર પાલિકાએ ગુરુકુળ એકેડેમી, સ્વરોજગાર તાલીમ કેન્દ્ર, સિગ્મા ક્લાસીસ, સિદ્ધિ ટ્યુશન ક્લાસીસ, ડીકંટ ડાન્સ એકેડેમી, જે પી મોલ, જય કોમર્સ ક્લાસીસ, શ્રી ટ્યુશન ક્લાસીસ, સાહેબરેએજ ટેકનો માઇન, યસ્વી સ્પોકન ઇંગલિશ, ચેરીસ બ્યુટી પાર્લર,પાવર હાઉસ ફિટનેસ જીમ, ગુરૂકુલ એકેડેમી, હોમ સજાવટ, સેલ્સ ઇન, સંસ્કાર સુપરમાર્કેટ, વર્લ્ડ ટેક્સ, ગાયત્રી રીડિંગ લાઇબ્રેરી, વિદ્યા મીડિયા હન્ટ, વિકેન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇંગ્લિશ, સરદાર સુપર માર્કેટ, પ્રજ્ઞા એલ્યુમિનિયમ, વિનાયક ટ્યુશન ક્લાસીસ, નીલકંઠ હેરિટેજ બિલ્ડીંગ, રોબિન સેન્ટર ,કેરિયર કન્સલટન્ટ, ઉષાબેન પટેલ સહિતની ઓફીસોને NOC બાબતે નોટીસ પણ ફટકારી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code