હિંમતનગર: જવેલર્સમાં ચોરીનો ભેદ ઉકેલાયો, 8.70 લાખના મુદ્દામાલ સાથે 3 ઝબ્બે

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) સાબરકાંઠા જિલ્લામાં બનતા મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ બનતા અટકાવવા તેમજ અગાઉ બનેલ ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલીકના માર્ગદર્શન મુજબ પો.ઇન્સ. વી.આર.ચાવડાએ એલ.સી.બી. શાખાની અલગ અલગ ટીમો બનાવી નજીકના સમયમાં બનેલ મિલ્કત સબંધી ગુન્હાઓની માહીતીઓ એકત્રીત કરી અસરકારક કામગીરી કરવા આદેશ કર્યા હતા. જે અનુસંધાને તાજેતરમાં સોનીબજારની તીરૂપતી જવેલર્સ દુકાનમાં
 
હિંમતનગર: જવેલર્સમાં ચોરીનો ભેદ ઉકેલાયો, 8.70 લાખના મુદ્દામાલ સાથે 3 ઝબ્બે

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

સાબરકાંઠા જિલ્લામાં બનતા મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ બનતા અટકાવવા તેમજ અગાઉ બનેલ ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલીકના માર્ગદર્શન મુજબ પો.ઇન્સ. વી.આર.ચાવડાએ એલ.સી.બી. શાખાની અલગ અલગ ટીમો બનાવી નજીકના સમયમાં બનેલ મિલ્કત સબંધી ગુન્હાઓની માહીતીઓ એકત્રીત કરી અસરકારક કામગીરી કરવા આદેશ કર્યા હતા. જે અનુસંધાને તાજેતરમાં સોનીબજારની તીરૂપતી જવેલર્સ દુકાનમાં ચોરી થયેલ જે અંગે પો.સ.ઇ. જે.એમ.પરમારની સાથે હેડ કોન્સ. હરપાલસિંહ તથા હેડ કોન્સ. મો.સલીમ તથા હેડ કોન્સ. રજુસિંહ તથા પો.કો. નિરીલકુમાર તથા ડ્રા.પો.કો. ચંદ્રસિંહ તથા પો.કો. વિરેન્દ્રસિંહ તથા પો.કો. દિલીપસિંહ તથા પો.કો.મહેન્દ્રકુમાર વિગેરે સ્ટાફના માણસોએ આ બનાવ અંગે અલગ અલગ દિશામાં ખાનગી બાતમીદારોથી તેમજ ટેકનીકલ સર્વેલન્સથી માહીતી એકત્રીત કરી ગુન્હો શોધી કાઢવા સઘન પ્રયત્નો ચાલુ હતા.

હિંમતનગર: જવેલર્સમાં ચોરીનો ભેદ ઉકેલાયો, 8.70 લાખના મુદ્દામાલ સાથે 3 ઝબ્બે

આ દરમ્યાન હિંમતનગર શહેરમાં ઉપરોકત માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ટેકનીકલ સર્વેલન્સ આધારે તથા ખાનગી બાતમીદારથી સચોટ માહીતી મળેલ કે, જુના બજારમાં તીરૂપતી જવેલર્સ નામની દુકાનનુ તાળુ તોડી દુકાનની અંદર પ્રવેશી સોના ચાંદીના દાગીનાની ચોરી થયેલ જે ચોરી કરનાર ઇસમો કાલબેલીયા (જોગી) ગેંગના ત્રણેક ઇસમો તેમની પાસેની એક કાળા કલરની હિરો સ્પલેન્ડર મો.સા. નંબર આર.જે. ૨૭ બી.જે. ૯૯૭૧ ની લઇ હાલમાં મહેતાપુરા નદીના ઢાળમાં રોડની સાઇડમાં ચોરી કરેલ મુદ્દામાલ વેચવાની પેરવી કરી રહેલ છે તેવી હકીકત મળતા મહેતાપુરા નદીના ઢાળમાં જઇ જોતા ત્રણ ઇમસો હાથમાં પ્લા.ની થેલી લઇ ઉભા હોઇ સદરી ઇસમોને કોર્ડન કરી પકડી પાડયા હતા.

હિંમતનગર: જવેલર્સમાં ચોરીનો ભેદ ઉકેલાયો, 8.70 લાખના મુદ્દામાલ સાથે 3 ઝબ્બે

પોલીસે ઇસમો પાસેની પ્લાસ્ટીકની થેલીમાં જોતા સફેદ ધાતુના સોના ચાંદી જેવા દાગીના હોઇ જે બાબતે ત્રણેય ઇસમોને પુછતા કોઇ સંતોષકારક પ્રથમ જવાબ આપતા ન હોઇ ત્રણેય ઇસમો પૈકી જેના હાથમાં પ્લા.ની થેલી પકડેલ તે ઇસમ નામ (૧) કૈલાસ રમેશ કાલબેલીયા (જોગી), મુળ રહે. કાલબેલીયા મહોલ્લા, ડીંગડી, તા.સરાડા જી.ઉદેપુર રાજસ્થાન, હાલ રહે.હિંમતનગર બળવંતપુરા રામદેવ હોટલની પાછળ છાપરામાં તા.હિંમતનગર જી.સાબરકાંઠા (૨) રાજુ સ/ઓ રમેશ કાલબેલીયા (જોગી), મુળ રહે.કાલબેલીયા મહોલ્લા, ડીંગડી, તા.સરાડા જી.ઉદેપુર રાજસ્થાન, હાલ રહે.હિંમતનગર બળવંતપુરા રામદેવ હોટલની પાછળ છાપરામાં તા.હિંમતનગર જી.સાબરકાંઠા તથા (૩) સુનિલ ઉર્ફે સિવો સ/ઓ હિરાલાલ ખટીક (ચંદેરીયા) મુળ રહે.બદલા છગન કોલોની, ખેરવાડા તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાન, હાલ રહે.હિંમતનગર બળવંતપુરા રામદેવ હોટલની પાછળ છાપરામાં તા.હિંમતનગર જી.સાબરકાંઠા હોવાનું જણાવતા સદરી ઇસમો પાસે પોતાના કબજામાંના સોના ચાંદી જેવા દાગીના ત્રણેય ઇસમોએ ચોરી અગર છળકપટથી મેળવેલ હોવાનું જણાતુ હતુ.

હિંમતનગર: જવેલર્સમાં ચોરીનો ભેદ ઉકેલાયો, 8.70 લાખના મુદ્દામાલ સાથે 3 ઝબ્બે

જેગી પોલીસે ત્રણેય ઇસમોને વારાફરતી યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા ત્રણેય ઇસમોએ જણાવેલ કે, અમો ત્રણેય જણાઓએ આજથી આશરે પંદરેક દિવસ પહેલા હિંમતનગર જુના બજારમાં અમો ત્રણેય જણાઓએ ઉપરોકત મો.સા. ઉપર આવી રાત્રીના સમયે તીરૂપતી જવેલર્સ નામની દુકાન તોડી અંદર પ્રવેશ કરી દુકાનમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત કરતા સદરી ત્રણેય આરોપીઓને તા.૦૪/૦૯/૧૯ ના ક.૧૬/૩૦ વાગે અટક કરી આગળની વધુ તપાસ સારૂ હિંમતનગર બી-ડીવીજન પો.સ્ટે. સોપવામાં આવી હતી.

આરોપીઓએ કબુલ કરેલ ગુનાઓની વિગત

  1. હિંમતનગર એ-ડીવીજન પો.સ્ટે. ફ.ગુ.ર.નં-૧૮૧/૨૦૧૮ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦ મુજબ
  2. હિંમતનગર બી-ડીવીજન પો.સ્ટે. ફ.ગુ.ર.નં-૭૫/૨૦૧૮ ઇપીકો કલમ ૪૫૭,૪૫૪,૩૮૦,૧૧૪ મુજબ
  3. હિંમતનગર એ-ડીવીજન પો.સ્ટે. ફ.ગુ.ર.નં-૫૪/૨૦૧૮ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦ મુજબ
  4. હિંમતનગર એ-ડીવીજન પો.સ્ટે. ફ.ગુ.ર.નં-૬૭/૨૦૧૮ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦ મુજબ