હિંમતનગર: બંધ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરતા બે વ્યક્તિ ઝબ્બે, મામલો ગંભીર

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) હિંમતનગરની બંધ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતું હોવાની વાત સામે આવતા ચકચાર મચી ગઇ છે. આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુક્ત રેડમાં બે વ્યક્તિઓની અટકાયત કરાઇ છે. ઘટનાને લઇ પંથકના આરોગ્ય આલમમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આરોપીઓની અટકાયત કરી પીસી એન્ડ પીએનડિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ પુછપછર કરી
 
હિંમતનગર: બંધ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરતા બે વ્યક્તિ ઝબ્બે, મામલો ગંભીર

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

હિંમતનગરની બંધ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતું હોવાની વાત સામે આવતા ચકચાર મચી ગઇ છે. આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુક્ત રેડમાં બે વ્યક્તિઓની અટકાયત કરાઇ છે. ઘટનાને લઇ પંથકના આરોગ્ય આલમમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આરોપીઓની અટકાયત કરી પીસી એન્ડ પીએનડિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ પુછપછર કરી રહ્યા છે.

હિંમતનગર: બંધ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરતા બે વ્યક્તિ ઝબ્બે, મામલો ગંભીર

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરના સરકારી જીન વિસ્તારની બંધ વૃંદાવન હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરાતું હોવાથી બાતમી આરોગ્ય વિભાગને મળી હતી. જેથી આરોગ્ય વિભાગ અને એલસીબી પોલીસે સંયુક્ત રેડ કરતા ચકચાર મચી ગઇ છે. રૂ 30 હજારમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરવાનું નક્કી થયુ હોવાની બાતમી પોલીસને મળતા હિંમતનગરના વક્તાપુરનો રમેશ પટેલ અને ઈડરના ઉમેદપુરાનો નટુ પટેલને ઝડપી પાડી પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે. જોકે મુખ્ય સૂત્રધાર સોલા સિવિલ હોસ્પિટલનો ઓટી આસીટન્ટ ગર્ભ પરીક્ષણ કરનાર મનીષ પરમાર ફરાર થઇ જતા પોલીસે તેને ઝડપી પાડવા પણ ચક્રો ગતિમાન કર્યા છે.

હિંમતનગર: બંધ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરતા બે વ્યક્તિ ઝબ્બે, મામલો ગંભીર

સુત્રોએ જણાવ્યુ હતુ કે, હિંમતનગરની બંધ વૃંદાવન હોસ્પિટલમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ થતુ હોવાની ચર્ચાઓ હતી. જેમાં મુખ્ય સુત્રધારની ભુમિકા સોલા સિવિલ હોસ્પિટલનો ઓટી આસીટન્ટ ગર્ભ પરીક્ષણ કરનાર મનીષ પરમાર નિભાવતો હતો. જોકે પોલીસ અને આરોગ્યની રેડ દરમ્યાન તે હાજર ન મળતા પોલીસે તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.