હિન્દુ-મુસ્લીમ ભાઈ-ભાઈનો સંદેશઃથલવાડામાં મુસ્લિમ પરિવાર દ્વારા યજ્ઞ

અટલ સમાચાર, વડગામ વડગામ તાલુકાના થલવાડામાં એક મુસ્લિમ પરિવારે શનિવારે ગોગ મહારાજના મંદિરે હવન કરી સમગ્ર ગ્રામજનો માટે સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરી કોમી એકતાની મિશાલ પુરી પાડી હતી. ગોગ મહારાજ પ્રત્યે તેમની અપાર શ્રદ્ધાના પ્રસંગે હિંદુ- મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડગામ તાલુકાના થલવાડામાં એક મુસ્લિમ પરિવારે શનિવારે ગોગ મહારાજના મંદિરે
 
હિન્દુ-મુસ્લીમ ભાઈ-ભાઈનો સંદેશઃથલવાડામાં મુસ્લિમ પરિવાર દ્વારા યજ્ઞ

અટલ સમાચાર, વડગામ

વડગામ તાલુકાના થલવાડામાં એક મુસ્લિમ પરિવારે શનિવારે ગોગ મહારાજના મંદિરે હવન કરી સમગ્ર ગ્રામજનો માટે સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરી કોમી એકતાની મિશાલ પુરી પાડી હતી. ગોગ મહારાજ પ્રત્યે તેમની અપાર શ્રદ્ધાના પ્રસંગે હિંદુ- મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વડગામ તાલુકાના થલવાડામાં એક મુસ્લિમ પરિવારે શનિવારે ગોગ મહારાજના મંદિરે હવન કરી સમગ્ર ગ્રામજનો માટે સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરી કોમી એકતાની મિશાલ પુરી પાડી હતી.જેમાં ગામના મુસ્લિમ પરિવાર પઠાણ ઇબ્રાહીમખાન નામદ ખાન દ્વારા શનિવારે ગોગ મહારાજના મંદિરે યજ્ઞ અને ગામનું સમુહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે ઇબ્રાહિમખાને જણાવ્યું હતું કે, થોડા વર્ષો અગાઉ મારી પત્નીની તબિયત બગડી હતી, ઘણી હોસ્પિટલોમાં ઈલાજ કરાવ્યો છતાં ફરક પડતો ન હતો. ત્યારે મે આ વગદીવાળા ગોગ મહારાજને પ્રાર્થના કરતાં થોડા જ દિવસોમાં મારી પત્નીની તબિયત સારી થઇ હતી. અને આજ સુધી મારા પરિવારમાં બધી જ રીતે ગોગ મહારાજની દયાથી લીલા લહેર છે. મને શ્રદ્ધા હોવાથી હું ગોગ મહારાજનો યજ્ઞ અને સમગ્ર ગામ તેમજ સગા-સબંધીઓ સાથેનું સમૂહ ભોજન રાખવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુસ્લિમ સમાજના પઠાણ ઇબ્રાહિમખાન નામદખાન, પઠાણ અકબરખાન નામદખાન, પઠાણ ડોસુમીયા મોટામિયા, પઠાણ બિસ્મિલ્લાખાન નામદખાન, થલવાડા સરપંચ દિનેશભાઇ ચૌધરી, સોમજીભાઈ ચૌધરી, માજી સરપંચ જશુભાઈ રાજપુત સહિત થલવાડા ગામના આગેવાનો સહ પરિવાર ગોગ મહારાજના દર્શન કરી સમૂહ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી.