ફટકોઃ સતત 16મા દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજનો રેટ

અટલ સમાચાર, ડેસ્ક પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારાનો સિલસિલો 16મા દિવસે પણ ચાલુ છે. આજે ફરી એકવાર ઓઇલ માર્કેટિંગ કંપનીએ ભાવમાં વધારો કર્યો છે.પેટ્રોલની કિંમતમાં 0.33 રૂપિયાનો વધારો કર્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 0.58 રૂપિયાનો વધારો કર્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ વધીને 79.56 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો હતો. ડીઝલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો
 
ફટકોઃ સતત 16મા દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજનો રેટ

અટલ સમાચાર, ડેસ્ક

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારાનો સિલસિલો 16મા દિવસે પણ ચાલુ છે. આજે ફરી એકવાર ઓઇલ માર્કેટિંગ કંપનીએ ભાવમાં વધારો કર્યો છે.પેટ્રોલની કિંમતમાં 0.33 રૂપિયાનો વધારો કર્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 0.58 રૂપિયાનો વધારો કર્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ વધીને 79.56 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો હતો. ડીઝલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ડીઝલના ભાવ 78.85 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અત્રે ઉલ્લેખનીય છે કે જ્યાં એક તરફ ગત 15 દિવસથી ક્રૂડ ઓઇલની કિંમત 35-40 ડોલર પ્રતિ બેરલ વચ્ચે છે. તો બીજી તરફ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત વધતી જોવા મળી રહી છે. દરરોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે છ વાગ્યાથી નવા ભાવ લાગૂ થાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી ડીલર કમીશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેનો ભાવ લગભગ બમણો થઇ જાય છે.

પેટ્રોલ-ડીઝલનો દરરોજનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇન્ડીયન ઓઇલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક SP લખીને 9223112222 નંબર પર મોકલી શકે છે. તો બીજી તરફ એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને જાણી શકે છે.