આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,પાટણ

કેટલાંક વિધાર્થીઓએ વિભાગમાં જઇ સમગ્ર તપાસ કરી ઘટતી કાર્યવાહી કરવા રજુઆત કરી

પાટણ સ્થિત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આર્કીટેકચર વિભાગના પોફેસરો સ્વયં હાજરી પુરી ગુલ્લી મારતાં હોવાના આક્ષેપો થયા છે.યુનિવર્સિટી બચાવો સમિતિના નેજા હેઠળ કેટલાંક વિધાર્થીઓ અચાનક આર્કીટેકચર વિભાગમાં દોડી ગયા હતા. જયાં પોફેસરોની સંખ્યા અને રોજીંદી હાજરીને લઇ તપાસ કરતાં સમગ્ર બાબત બહાર આવી છે. જેમાં મોટાભાગના પોફેસરો સમયસર કલાસ ન લઇને મફતનો પગાર લેતા હોવાની રજૂઆત કરતા શિક્ષણ આલમમાં ગરમાવો આવ્યો છે.

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના છેલ્લાં કેટલાંક દિવસોથી કોઇને કોઇ કારણોસર મિડીયામા જગ્યા મેળવ રહી છે. સોમવારે અચાનક કેટલાંક વિધાર્થીઓ આર્કિટેકચર વિભાગમાં જઇ શિક્ષણ કાર્ય તપાસવા લાગ્યા હતા .જેમાં એચ ઓ ડી સાથે અનેક પોફેસરો ગેરહાજર હોવાનું ધ્યાને આવ્યું હતુ. પોફેસરોની હાજરી અને રજા બાબતે તપાસ કરતા વિધાર્થીઓએ ગુલ્લી મારી મફતનો ૧ લાખ ર૦ હજાર જેટલો પગાર લેતા હોવાના આક્ષેપ કર્યા હતા. વિધાર્થીઓએ યુનિવર્સિટીના વહીવટી ભવનમાં જઇ પોફેસરોની હાજરી,સી.એલ. સહિતની બાબતે પોલંપોલ હોવાની રજુઆત કરી હતી. એકાઉન્ટ શાખામાં વિધાર્થીઓએ અધિકારીને મળીને પોફેસરોની હાજરી કોણ પુરે તેવા સવાલો કરી રેકર્ડની માંગણી કરતાં ઘડીભર ગરમાવો આવ્યો હતો. સુત્રોએ જણાવ્યું છે કે, કુલપતિ અને પાટણના ધારાસભ્ય વચ્ચેનું ઘર્ષણ રાજકીય રંગ પકડતાં અવાર-નવાર બંને કોઇને કોઇ મુદા ઉપર એકબીજાને ટકકર આપી રહયા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code