આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.બી.એ.પ્રજાપતિના કથિત ભ્રષ્ટાચારની ફરી એકવાર રજુઆત થઇ છે. એનએસયુઆઇ ઘ્વારા બનાસકાંઠા વહીવટીતંત્રને રજુઆત કરી રાજય અને કેન્દ્ર સરકાર સમક્ષ સમગ્ર મામલો લઇ જઇ કડક તપાસ કરાવવાની માંગ કરી છે. છેલ્લાં કેટલાક દિવસોથી કુલપતિ વિરૂધ્ધ રજુઆતોનું પ્રમાણ વધી રહ્યુ છે. જેમાં સ્થાનિક રાજકીય લડાઇ સાથે કેટલાક કારણોસર બે દિગ્જજો વચ્ચે વ્યક્તિગત લડાઇ હોવાનું સામે આવ્યુ છે.

પાટણ સ્થિત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ વિરૂધ્ધ રજુઆતો, રેલીઓ, આવેદનપત્રો અવારનવાર સામે આવી રહ્યા છે. કુલપતિએ સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ વિધાર્થીઓ અને સંબધિત લોકો કરી રહ્યા છે. જેમાં બુધવારે બનાસકાંઠા જીલ્લા એનએસયુઆઇ ઘ્વારા વહીવટીતંત્રને રજુઆત કરી કડક તપાસની માંગ દોહરાવી છે. કુલપતિ વિરૂધ્ધ ઉભા થયેલા વાતાવરણમાં લોકજુવાળ ઓછો અને ગ્રુપ લડાઇ વધુ છે. જોકે, આશિર્વાદ અને આક્ષેપો વચ્ચે વારંવારની તપાસ છતાં કથિત ભ્રષ્ટાચારને લઇ કોઇ પરિણામ આવતુ નથી. જેથી રાજકીય અને વ્યક્તિગત લડાઇ ઘ્વારા કુલપતિ અને યુનિવર્સિટી વિવિધ વિષયો સાથે છેલ્લાં કેટલાંક દિવસોથી લાઇમલાઇટમાં આવી રહી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code