આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક નેશનલ હાઈવે સામે લોકરોષ ભભૂકી ઉઠ્યો છે. હાઇવે અત્યંત ખરાબ હોવાથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. જેથી અચાનક કાર ચાલકે પહેલા હાઇવે રિપેર પછી ટેક્ષ ભરવાનું કહી નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમ્યાન ટોલ નજીક ટ્રાફિક જામ થઈ ગયો હતો. યુવકે કોન્ટ્રાક્ટર અને હાઈવે ઓથોરિટી સામે ગંભીર સવાલો કર્યા હતા.

હિંમતનગરમાં નેશનલ હાઈવે બિસ્માર બની ગયો છે. જેના કારણે વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. શનિવારે બપોરે એક વાહનચાલકે ટોલપ્લાઝા પર ટેક્સ ન ભરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા લોકો નેશનલ હાઇવે ઓથોરીટી સામે રોષ ઠાલવી રહયા છે. વાહનચાલકે જણાવ્યુ હતુ કે, હાઇવે રીપેર થશે તો જ ટોલપ્લાઝા પર ટેક્સ મળશે.

kirit devagadh

ભારે વરસાદથી અમદાવાદ હિંમતનગર નેશનલ હાઇવે અનેક જગ્યાએ ધોવાઇ ગયો છે. જેને લઇ વારંવાર અકસ્માત સર્જાતા છે. આ સાથે વાહનો પણ ખરાબ થતાં હોઇ ચાલકોને મુસાફરી દરમ્યાન સંઘર્ષ કરવો પડે છે. નેશનલ હાઇવે રીપેર કરાવો તો જ ટેક્સ આપવામાં આવશે તેમ કહી ટેક્સ ન ભરીને વાહનચાલકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઇવે ઓથોરિટી સમગ્ર મામલે ટોલ કોન્ટ્રાક્ટર ઉપર બધું ઢોળી રહી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code