હોબાળો@ખેડબ્રહ્મા: સરકારી કામકાજ દરમ્યાન જેસીબી ચાલકને ફટકાર્યો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા નગરપાલિકાના ડ્રાઇવર વિસ્તારમાં રસ્તા પરના ઉકરડા દૂર કરી રહ્યા હતા. આ દરમ્યાન પાંચ ઈસમોએ કામમાં દખલગીરી કરી માર માર્યો હતો. જેની ખબર પડતાં તમામ કર્મચારીઓ કામથી દૂર થઈ ગયા હતા. આ પછી પાલિકા નજીક ઉપવાસ ઉપર બેસી ન્યાયની માંગણી કરી હતી. ખેડબ્રહ્મા નગરપાલિકામા નાના ઠાકરડા વાસમાં પીરોના ઓટલા પાસે
 
હોબાળો@ખેડબ્રહ્મા: સરકારી કામકાજ દરમ્યાન જેસીબી ચાલકને ફટકાર્યો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા નગરપાલિકાના ડ્રાઇવર  વિસ્તારમાં રસ્તા પરના ઉકરડા દૂર કરી રહ્યા હતા. આ દરમ્યાન પાંચ ઈસમોએ કામમાં દખલગીરી કરી માર માર્યો હતો. જેની ખબર પડતાં તમામ કર્મચારીઓ કામથી દૂર થઈ ગયા હતા. આ પછી પાલિકા નજીક ઉપવાસ ઉપર બેસી ન્યાયની માંગણી કરી હતી.

ખેડબ્રહ્મા નગરપાલિકામા નાના ઠાકરડા વાસમાં પીરોના ઓટલા પાસે રોડ પરની ગંદકી દૂર કરવા નગરપાલિકાના સદસ્ય અલકાબેન ઘ્વારા રજુઆત થઇ હતી. જે અન્વયે ડ્રાઇવર કમલેશ ગમાર જેસીબી લઇ પીરોના ઓટલા પાસે પહોંચ્યા હતા. જ્યાં જાહેર રસ્તા પરના ઉકરડા દૂર કરવા મથામણ આદરી હતી.

મંગળવારના રોજ કમલેશભાઈ ઉકરડા દૂર કરતાં હતા ત્યારે ઠાકરડા અમરતભાઈ, ઠાકરડા અજયભાઈ, ઠાકરડા અમિતભાઇ, ઠાકરડા રોહિતભાઈ અને કૃણાલભાઈ સહિિતના દોડી આવી ડ્રાઇવર કમલેશને બીભત્સ ગાળો બોલી લાફા મારી દીધા હતા. જેથી સરકારી કામકાજમાં રુકાવટ પેદા થઈ હતી.

કામલેશભાઈએ નગરપાલિકામાં રજુઆત કરતાં ચીફ ઓફિસર હાજર ન હોઈ બુધવાર બપોરે સફાઈ સહિતના તમામ કર્મચારીઓ કામથી અળગા રહ્યા હતા. જેમાં કસૂરવારો સામે પોલીસ કાર્યવાહીની માંગ ઉઠાવી હતી. જેથી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તથા સદસ્યો ઘ્વારા કાર્યવાહી કરવાની ખાતરી આપ્યા બાદ મામલો થાળે પડ્યો હતો.

આ અંગે ચીફ ઓફિસર એ.એન.પટેલના જણાવ્યા અનુસાર ભૂતકાળમાં પણ કર્મચારીઓ ઉપર હુમલા થયેલ હોઇ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહિ. આથી પોલીસ સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી પિડીતને મદદરૂપ થશે .