પ્રામાણિકતાઃ રિક્ષાચાલકે ભૂલાયેલી 1 લાખ રૂપિયા ભરેલી બેગ માલિકને પરત કરી

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદના મણિનગરના રામનગર ખાતે આવેલા સુપર પેટ્રોલ પંપનાં કેશિયર અને અન્ય એક કર્મચારી રામબાગથી રિક્ષામાં બેઠા હતાં. તેમની પાસે એક બેગમાં એક લાખની રોકડ તેમજ પેટ્રોલ પંપનાં એકાઉન્ટ હિસાબી કાગળો લઇને હાટકેશ્વર જઇ રહ્યાં હતાં. ત્યારે તેઓ ભૂલથી બેગ રિક્ષામાં મૂકીને જતા રહ્યાં. જે બાદ રિક્ષા ડ્રાઇવર રમેશભાઇ ચુનારાનાં ધ્યાનમાં આવતા તેઓ
 
પ્રામાણિકતાઃ રિક્ષાચાલકે ભૂલાયેલી 1 લાખ રૂપિયા ભરેલી બેગ માલિકને પરત કરી

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના મણિનગરના રામનગર ખાતે આવેલા સુપર પેટ્રોલ પંપનાં કેશિયર અને અન્ય એક કર્મચારી રામબાગથી રિક્ષામાં બેઠા હતાં. તેમની પાસે એક બેગમાં એક લાખની રોકડ તેમજ પેટ્રોલ પંપનાં એકાઉન્ટ હિસાબી કાગળો લઇને હાટકેશ્વર જઇ રહ્યાં હતાં. ત્યારે તેઓ ભૂલથી બેગ રિક્ષામાં મૂકીને જતા રહ્યાં. જે બાદ રિક્ષા ડ્રાઇવર રમેશભાઇ ચુનારાનાં ધ્યાનમાં આવતા તેઓ પેટ્રોલ પંપ પર પરત આપવા ગયા હતાં. આવા કિસ્સાઓ ઓછા પ્રમાણમાં બનતા હોય છે પરંતુ જ્યારે પણ બને છે ત્યારે માનવતા મરી પરવા નથી તેવો એહસાસ કરાવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના રિક્ષાચાલક રમેશભાઇ બચુભાઈ ચુનારાએ તે બેગમાં રહેલી પાસબુક પરના સરનામા પરથી પૈસા ભરેલી બેગ પેટ્રોલ પંપ પર પરત આપવા આવ્યાં હતા. જેથી પેટ્રોલ પંપનાં માલિક સહિત કેશિયર રિક્ષાચાલકની પ્રમાણિકતા પર ગર્વ કરી તેમને બિરદાવ્યા હતા. રિક્ષાચાલક રમેશભાઇએ બધા રિક્ષાવાળાને અપીલ કરી કે, રિક્ષા ચાલકોનું નામ બગડે નહીં અને આપણા પર બધા લોકો વિશ્વાસ મુકે તેથી આપણી રિક્ષામાં પડેલો બિનવારસી સામાન પોતાની પાસે ન રાખવો. આ ઘટનાથી પેટ્રોલ પંપનાં બધા જ કર્મીઓ ખુશ થયા હતાં.