શિહોરીના કોતરવાડીયાવાસ પ્રાથમિક શાળાના આચાર્યની કાર્યશૈલીનું સન્માન

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર) બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી ગામના કોતરવાડીયાવાસ પ્રાથમિક શાળામાં આચાર્યને શાળા પ્રત્યેની વફાદારી અને ની:સ્વાર્થ તેમજ પ્રામાણિક કાર્ય પ્રણાલીથી પ્રભાવિત થઈ ગામલોકોએ સન્માન કર્યું હતું. શાળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરી શાળાના સર્વાંગી વિકાસ માટે હંમેશા તત્પર રહેનાર, સાથે સાથે બાળકોના ભવિષ્ય માટે હંમેશા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી કર્તવ્ય નિષ્ઠ સાદગી અને
 
શિહોરીના કોતરવાડીયાવાસ પ્રાથમિક શાળાના આચાર્યની કાર્યશૈલીનું સન્માન

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી ગામના કોતરવાડીયાવાસ પ્રાથમિક શાળામાં આચાર્યને શાળા પ્રત્યેની વફાદારી અને ની:સ્વાર્થ તેમજ પ્રામાણિક કાર્ય પ્રણાલીથી પ્રભાવિત થઈ ગામલોકોએ સન્માન કર્યું હતું. શાળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરી શાળાના સર્વાંગી વિકાસ માટે હંમેશા તત્પર રહેનાર, સાથે સાથે બાળકોના ભવિષ્ય માટે હંમેશા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી  કર્તવ્ય નિષ્ઠ સાદગી અને સરળ વ્યક્તિત્વ ધરાવનાર અને વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી જીવન મૂલ્યોને આચરણમાં મુકી પારિવારિક ભાવનાથી આચાર્ય તરીકેની કામગીરી કરી ગ્રામજનોના મન અને હૃદયમાં સ્થાન પામનાર આચાર્યએ પંથકનું ગાૈરવ વધાર્યું છે.

જીવન કે હર અંધેરે મેં રોશની દિખાતે હે આપ, બંધ હો જાયે સબ દરવાજે, નયે રાસ્તે દિખાતે હૈ આપ, સિર્ફ કિતાબી જ્ઞાન નહિ,જીવન જીના સિખાતે હૈ આપ.

ઉપરોક્ત પંક્તિઓ આવા કર્મનિષ્ઠ આચાર્યને બંધ બેસતી છે. જેમના પ્રમાણિક કાર્યશૈલીએ વિદ્યાર્થીઓના ભાવિને ઉજાગર કર્યા છે.