ભયાનકતા@પાટણ: દવાથી કોરોનાને હરાવ્યો, 4 દિવસમાં પાછો આવ્યો

અટલ સમાચાર, પાટણ સિધ્ધપુર નજીક નેદરા ગામમાં કોરોના વાયરસનો હાહાકાર હવે ભયાનકતા ઉભી કરતો હોવાનું સામે આવ્યું છે. દવાથી કોરોના વાયરસને હરાવ્યા બાદ માત્ર 4 દિવસમાં મહિલા અને પુરુષ હારી ગયા છે. સાજા થયા બાદ સેમ્પલ લેતાં રિપોર્ટ પોઝીટીવ આવતાં ફરીથી દાખલ કરવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ એવી ઘટના બની કે કોરોનાએ બીજીવાર ઝપેટમાં
 
ભયાનકતા@પાટણ: દવાથી કોરોનાને હરાવ્યો, 4 દિવસમાં પાછો આવ્યો

અટલ સમાચાર, પાટણ

સિધ્ધપુર નજીક નેદરા ગામમાં કોરોના વાયરસનો હાહાકાર હવે ભયાનકતા ઉભી કરતો હોવાનું સામે આવ્યું છે. દવાથી કોરોના વાયરસને હરાવ્યા બાદ માત્ર 4 દિવસમાં મહિલા અને પુરુષ હારી ગયા છે. સાજા થયા બાદ સેમ્પલ લેતાં રિપોર્ટ પોઝીટીવ આવતાં ફરીથી દાખલ કરવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ એવી ઘટના બની કે કોરોનાએ બીજીવાર ઝપેટમાં લઈ આરોગ્ય અધિકારીઓને દોડતાં કર્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના નેદરા ગામમાં મુંબઈથી આવેલા વ્યક્તિઓને કારણે સંક્રમણ વધ્યું હતું. આથી 10થી વધુ કેસોની સારવાર બાદ અનેકના સેમ્પલ બીજીવાર લીધા હતા. જેમાં 50થી 60 વર્ષના પુરૂષ અને મહિલાને ફરીથી કોરોના વાયરસે હરાવ્યા હોવાનું સામે આવ્યું છે. બંનેના રિપોર્ટ પોઝીટીવ આવતાં ફેસીલીટી ક્વોરોન્ટાઈનમાંથી સીધા ધારપુર મેડિકલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ દરમ્યાન હજુ ચાર કેસનાં રિપોર્ટ બાકી હોઈ કોરોના વાયરસની બીજીવાર ઘૂસણખોરી અટકાવવા મથામણ અને ચિંતા વધી છે. રોગ પ્રતિકારક શક્તિ સામે બીજીવાર કોરોના વાયરસે જીત મેળવી હોવાનું મનાય છે.

ભયાનકતા@પાટણ: દવાથી કોરોનાને હરાવ્યો, 4 દિવસમાં પાછો આવ્યો

સૂત્રોએ જણાવ્યું હતું કે, એકવાર સાજાં થયા પછી ફરી કોરોના થયો હોવાનું બહાર આવતાં ચકચાર મચી ગઇ છે. જનમાનસમાં કોરોના વાયરસની મહામારી ભયાનકતા ઉભી કરતી કરી રહી છે. આવી સ્થિતિમાં નેદરા ગામમાં લોકડાઉન વધુ જડબેસલાક રહેવાની નોબત બની છે. આથી આગામી 3 મે પછી લોકડાઉન આગળ વધશે કે બધું પૂર્વવત થશે ? તેને લઈ સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.