ધ્રાસકો@વિજયનગર: જંગલમાંથી મળી વિદ્યાર્થીની લાશ,પરિવારને આભ ફાટ્યું

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) સાબરકાંઠા જીલ્લામાં ઝાડ પરથી લટકેલી હાલતમાં લાશો મળવાનો સીલસીલો યથાવત છે. વિજયનગરના જંગલ વિસ્તારમાંથી બે દિવસથી ગુમ વિદ્યાર્થીની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ધો-11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી રવિવારે ઘરેથી નિકળ્યા બાદ પરત નહિ ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. ગઇકાલે જંગલ વિસ્તારમાં ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ
 
ધ્રાસકો@વિજયનગર: જંગલમાંથી મળી વિદ્યાર્થીની લાશ,પરિવારને આભ ફાટ્યું

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

સાબરકાંઠા જીલ્લામાં ઝાડ પરથી લટકેલી હાલતમાં લાશો મળવાનો સીલસીલો યથાવત છે. વિજયનગરના જંગલ વિસ્તારમાંથી બે દિવસથી ગુમ વિદ્યાર્થીની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ધો-11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી રવિવારે ઘરેથી નિકળ્યા બાદ પરત નહિ ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. ગઇકાલે જંગલ વિસ્તારમાં ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા પરિવાર શોકમગ્ન બન્યો છે. વિજયનગર પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ધ્રાસકો@વિજયનગર: જંગલમાંથી મળી વિદ્યાર્થીની લાશ,પરિવારને આભ ફાટ્યું

સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના પરોસડાના જંગલમાંથી વિદ્યાર્થીની ઝાડ પર લટકેલી હાલતમાં લાશ મળી આવી છે. ખેડબ્રહ્મા તાલુકાના દિગથળી ગામનો વિદ્યાર્થી ઇડરની ઉમેદગઢ શાળામાં ધો.11માં અભ્યાસ કરતો હતો. ગત રવિવારે ઘરેથી નિકળ્યા બાદ પરત નહિ ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. ગઇકાલે જંગલ વિસ્તારમાંથી વિદ્યાર્થીની લાશ મળી આવતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યુ છે. ઘટનાની જાણ થતાં વિજયનગર પોલીસે મૃતકની લાશને પોર્ટમોર્ટમ માટે મોકલી આપી પરિવારજનોની ફરીયાદને આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.