Instagram પર ફોલોઅર્સ વધારવા છે? તો આટલુ ખાસ ધ્યાન રાખવું જરૂરી

ભારતમાં પણ યુવાઓ સાથે હવે દેશની મોટાભાગની વ્યક્તિઓ નેટ અને સાથે સાથે સોશિયલ મિડિયા પર વધુ સક્રિય જોવા મળે છે. યાદગીરીઓ, જન્મ દિવસ, સારા નરવા પ્રસંગો આપણે મિત્રો સાથે સેર કરતા હોઇએ છીએ. whatsapp, fb, Instagram દ્વારા આપણી ભાવનાઓને શેર કરતા રહેતા હોઈએ છીએ.હાલ Instagram ખાસ કરીને યુવાવર્ગમાટે ખુબજ લોકપ્રિય પ્લેટફોર્મ બની ગયુ છે પણ
 
Instagram પર ફોલોઅર્સ વધારવા છે? તો આટલુ ખાસ ધ્યાન રાખવું જરૂરી

ભારતમાં પણ યુવાઓ સાથે હવે દેશની મોટાભાગની વ્યક્તિઓ નેટ અને સાથે સાથે સોશિયલ મિડિયા પર વધુ સક્રિય જોવા મળે છે. યાદગીરીઓ, જન્મ દિવસ, સારા નરવા પ્રસંગો આપણે મિત્રો સાથે સેર કરતા હોઇએ છીએ. whatsapp, fb, Instagram દ્વારા આપણી ભાવનાઓને શેર કરતા રહેતા હોઈએ છીએ.હાલ Instagram ખાસ કરીને યુવાવર્ગમાટે ખુબજ લોકપ્રિય પ્લેટફોર્મ બની ગયુ છે પણ કેટલાક લોકો આ પ્લેટફોર્મ પર કેવી રીતે કામ કરવું તેને લઈને મુઝવણ અનુભવતા હોય છે.
Instagram પર પોતાના ફોલોઅર્સ વધારવા અનેક સિલેબ્રિટીઝ , ફિલ્મી હસ્તીઓ, જાણીતા નેતા તેના માટે પીઆર કંપનીઓ પણ હાયર કરે છે. આપણે પણ ફોલોઅર્સ વધારી શકીએ છીએ પરંતુ તે માટે કેટલીક બાબતો ધ્યાન રાખવી જરૂરી છે.

Instagram પર વધુ ફોલોઅર્સ બનાવવા માટે જે માહિતી છે તેની ક્વોલિટી સૌથી વધુ મહત્વની છે. તેના માટે બૂમરેંગ જેવા ફિલ્ટર્સ પણ તમે ઉપયોગ કરી શકો છો. તમે પોસ્ટ્સમાં એક નિરંતરતા જાળવી રાખશો. એક વાત હંમેશા ધ્યાન રાખો કે પોસ્ટમાં કરવામાં આવેલી ક્વોલિટી હંમેશા સારી હોવી જોઇએ.આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખુબજ લોકપ્રિય પ્લેટફોર્મ હોવાથી આના પર તમારે સતત છવાયેલુ રહેવુ પડે છે કે કેમકે વારંવાર ગેબ પડેતો તમારા ફોલોઅર્સની સંખ્યા ઘટી જાય છે.

તમે તમારા પોસ્ટને ઇન્સ્ટાગ્રામ પર તમારા ફેસબુક, ટ્વિટર એકાઉન્ટ પર બેકલિંક પણ કરી શકો છો. આનાથી તમે લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકશો. તમારા કામના લોકો સાથે સંપર્કમાં રહો અને ચોક્કસ વિશિષ્ટ પ્રભાવ ધરાવતા લોકો સાથે વાર્તાલાપ જાળવો. તેમની પોસ્ટ્સને લાઇક કરો અને તેમના ટિપ્પણી કરો.
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી વખતે, હેશટેગ્સની વિશેષ કાળજી હોવી જોઈએ. આ તમારી પોસ્ટની વિઝિબિલિટી પર અસર કરે છે. આ પોસ્ટમાં હંમેશાં પ્રયત્ન કરવો જોઈએ કે પોસ્ટમાં હંમેશા ટ્રેન્ડીંગ હેશટેગ્સનો ઉપયોગ કરવામાં આવે. આ સાથે બિનજરૂરી હેશટેગને ટાળવું જોઈએ.કેટલાક લોકો એક સાથે કારણ ન હોય તેવા હેશટેગ્સ પણ નાખતા હોય છે આનાથી તમારી પોસ્ટ પર ખરાબ અસર પડે છે.

જો તમે ઇન્સ્ટાગ્રામ પર બ્રાંડને પ્રમોટ કરવા માંગો છો અથવા જો તમને વધુ લોકો સુધી પહોંચવાની વધુ માહિતી જોઈએ છે તો તમારા ફોલોઅર્સ મહત્વપૂર્ણ છે. આ માટે તમે તમારા એકાઉન્ટને ઑપ્ટિમાઇઝ કરી શકો છો. આ હેઠળ બ્રાન્ડ ફોટો, તસવીરને બતાવવું જરૂરી છે. જો આમ થાય તો તમારી પોસ્ટ-પહોંચ ખૂબ ઊંચી હોઈ શકે છે. આવી રીતે ફોલોઅર્સ વધવાની શક્યતા પણ છે.