આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

ચોકકસ વર્ગનું ટોળું ગંજબજારમાં ધસી આવતાં અફડાતફડી : ડીસા પોલીસે 13 વિરૂધ્ધ ગુનો નોંધ્યો

ડીસા ગંજબજારમાં સવાર સવારમાં ઘર્ષણ થયાના દશ્યો સામે આવ્યા છે. યુઝર્સ ચાર્જ ભરવાની સામાન્ય ચકમક એટલી તીવ્ર બની ગઇ કે ગંજબજારમાં ટોળેટોળા ભેગા થઇ ગયા હતા. સિકયુરીટી સાથેની બબાલ બાદ શાકભાજી-ફળના આઉટડુર વેપારીઓ અને ગંજબજાર આમને-સામને આવી ગયા હતા. અફડાતફડીના માહોલ વચ્ચે પોલીસ દોડી આવી ગુનો દાખલ કર્યો હતો.

ડીસા ગંજબજારમાં છેલ્લા કેટલાંક વર્ષથી માર્કેટ ફી દુર કરી યુઝર્સ ચાર્જ લાગુ કરવામાં આવેલો છે.પ્રતિ ૧૦૦ રૂપિયાની ખરીદી ઉપર રૂ.ર(બે) ચાર્જ લેવામાં આવે છે. ગંજબજારની અંદરના શાકભાજી-ફળફળાદીના વેપારીઓ પાસેથી બહારના વેપારીઓની ખરીદી ઉપર ટેકસ લેવામાં આવે છે. જે બાબતે શુકવારે સવારે ૯ થી ૧૦ ના અરસામાં શાકભાજી ખરીદી બહાર નીકળતાં દેવીપુજક વેપારીને સિકયુરીટી સાથે ચકમક ઝરી હતી.

 

સામાન્ય બબાલ બાદ ઘડીવારમાં અન્ય વેપારીઓ દોડી આવ્યા હતા. જોતજોતામાં ૭૦ થી વધુ લોકો ગંજબજારમાં ધસી આવતાં ઘર્ષણ ઉગ્ર બન્યુ હતુ. મારામારી થવાની સંભાવના જોતા ભારે ગરમાગરમી વચ્ચે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ઘ્વારા કેટલાંક લોકોની અટકાયત કરવામાં આવી હતી. આખરે ડીસા પોલીસે દેવીપુજક સમાજના ૧3 વ્યકિતઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code