હડકંપ@અમદાવાદ: પાસ-પરમીટ વિના ઉંચા ભાવે ઓક્સિજન સિલીન્ડરનું વેચાણ કરતાં 3 ઝડપાયાં

અટલ સમાચાર ડોટ કોમ, અમદાવાદ કોરોનાકાળ વચ્ચે ઓક્સિજન સિલીન્ડરોનું કાળાબજાર કરતાં ઇસમોએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 39 મેડિકલ ઓક્સિજન સિલીન્ડરો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે પ્રાથમિક વિગતો મુજબ આ ઇસમો ગોડાઉનમાં મેડિકલ ઓક્સિજન સિલીન્ડર વગર પાસ પરવાને અન્ય જગ્યાએથી લાવી બજાર કિંમત કરતાં ઉંચા ભાવે ગેરકાયદેસર વેચાણ કરતાં હોવાનું
 
હડકંપ@અમદાવાદ: પાસ-પરમીટ વિના ઉંચા ભાવે ઓક્સિજન સિલીન્ડરનું વેચાણ કરતાં 3 ઝડપાયાં

અટલ સમાચાર ડોટ કોમ, અમદાવાદ

કોરોનાકાળ વચ્ચે ઓક્સિજન સિલીન્ડરોનું કાળાબજાર કરતાં ઇસમોએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 39 મેડિકલ ઓક્સિજન સિલીન્ડરો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે પ્રાથમિક વિગતો મુજબ આ ઇસમો ગોડાઉનમાં મેડિકલ ઓક્સિજન સિલીન્ડર વગર પાસ પરવાને અન્ય જગ્યાએથી લાવી બજાર કિંમત કરતાં ઉંચા ભાવે ગેરકાયદેસર વેચાણ કરતાં હોવાનું ખુલ્યુ છે. ક્રાઇમ બ્રાન્ચે ઇસમોને ઝડપી પાડી તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં મેડિકલ ઓક્સિજન સિલીન્ડરની કાળાબજારી કરવા મામલે ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર પ્રેમવીરસિંગ અને નાયબ પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિકની સુચના આધારે ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના PI એ.વાય.બલોચના માર્ગોદર્શન હેઠળ PSI એસ.બી.દેસાઇ સહિતની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ઝૈદ અસ્લમભાઇ જુનાની મનિયાર્સ વન્ડરલેન્ડ સરખેજ પાસે આવેલા ગુજરાત સેફ્ટી નામના ગોડાઉનમાં મેડિકલ ઓક્સિજન સિલીન્ડર વગર પાસ પરમીટે ઉંચા ભાવે વેચાણ કરે છે.

સૂત્રોએ જણાવ્ય હતુ કે, ચોક્કસ બાતમી હોઇ ક્રાઇમ બ્રાન્ચે ડમી ગ્રાહક તરીકે પો.કો. પ્રવિણસિંહને મોકલી ત્રણ ઇસમો 6 લીટર મેડિકલ ઓક્સિજન સિલીન્ડરનો ભાવ 15,000 તથા 10 લીટર સિલીન્ડરનો ભાવ 25,000 હોવાનું જણાવી વેચાણ કરતાં મળી આવ્યા હતા. જે બાદમાં મેડિકલ ઓક્સિજન સિલીન્ડર વેચાણ કરવાનું પાસ પરમીટ માંગતા નહીં હોવાનું ખુલ્યુ હતુ. જેથી ક્રાઇમ બ્રાન્ચે તમામ સામે આઇપીસી કલમ 286, 420, 34, 120(B), આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ કલમ 7(1)(a)(ii) અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 53 મુજબ ગુનો નોંધ્યો છે.

નોંધનિય છે કે, ક્રાઇમ બ્રાન્ચે સ્થળ પરથી ઉવેશ ફારૂકભાઇ મેમણ (ઉ.વ.28, રહે.ગફુલ બિલ્ડિંગ, દાદી બીબી મસ્જીદ,રાયખડ, અમદાવાદ) તૌફીકએહમદ ઇબ્રાહીમભાઇ શેખ(ઉ.વ.24, રહે.ર ગજાલા, રો હાઉસ, જાગૃતિ સ્કુલ પાસે, સરખેજ) અને મોહમંદઅશરથ મોહમદરફીક શેખ (ઉ.વ.33, રહે. શાહ હૈદરનો મોહલ્લો, ડાંડીયાવાડ, દરીયાપુર, અમદાવાદ)ને ઝડપી પાડ્યા હતા. આ સાથે તેમની પાસેથી મોબાઇલ ફોન નંગ-3 કિ.રૂ.30,000 ગોડાઉનમાથી 6 લીટરની કેપેસીટી વાળા ઓક્સિજન ભરેલ સિલીન્ડર નંગ-28, 10 લીટરની કેપેસીટી વાળા ઓક્સિજન ભરેલ સિલીન્ડર નંગ-5 અને 6 લીટરની કેપેસીટી વાળા ઓક્સિજન ભરેલ સિલીન્ડર નંગ-6 મળી કુલ કિ.રૂ.2,04,820નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ તરફ ગુજરાત ફાયર સિસ્ટમના માલિક ઝૈદ અસ્લમભાઇ જુનાની, અને ગુજરાત સેફ્ટીના માલિક અસ્લમભાઇ જુનાની સામે પણ ગુનો નોંધ્યો છે.