હડકંપ@અમદાવાદ: ખોટા બિલો બનાવી 2435 કરોડનું GST કૌભાંડ આચર્યુ, 1 ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે આજે અમદાવાદમાં GST વિભાગની કાર્યવાહીથી હડકંપ મચી ગયો છે. સેન્ટ્રલ GSTની ટીમે ન્યૂ રાણીપમાં દરોડા પાડી 2435.96 કરોડનું કૌભાંડ પકડ્યું છે. શુકન સ્માઇલ સિટીમાં રહેતા ભરત સોનીની ધરપકડ કરાઇ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સેન્ટ્રલ GSTની ટીમે ન્યૂ રાણીપમાં 2435.96 કરોડનું કૌભાંડ પકડ્યું છે.
 
હડકંપ@અમદાવાદ: ખોટા બિલો બનાવી 2435 કરોડનું GST કૌભાંડ આચર્યુ, 1 ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે આજે અમદાવાદમાં GST વિભાગની કાર્યવાહીથી હડકંપ મચી ગયો છે. સેન્ટ્રલ GSTની ટીમે ન્યૂ રાણીપમાં દરોડા પાડી 2435.96 કરોડનું કૌભાંડ પકડ્યું છે. શુકન સ્માઇલ સિટીમાં રહેતા ભરત સોનીની ધરપકડ કરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સેન્ટ્રલ GSTની ટીમે ન્યૂ રાણીપમાં 2435.96 કરોડનું કૌભાંડ પકડ્યું છે. જેમાં શહેરના શુકન સ્માઇલ સિટીમાં રહેતા ભરત સોનીની ધરપકડ કરાઇ છે. આરોપી સોના-ચાંદી અને હીરાના ખોટા બિલો બનાવી સુનિયોજીત કાવતરૂ રચીને કૌભાંડ કરતો હતા. આ સાથે આરોપીએ પરિવારના નામે 6 અલગ અલગ કંપનીઓ બનાવી કૌભાંડ કર્યું.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ભરત સોનીએ પુત્ર, પુત્રવધુ, સાળાના નામે ટ્રેડિંગ ફર્મ સ્થાપી હતી. આમ 2435.96ની કિંમત આંકી 72.25 કરોડની ક્રેડિટ મેળવી હતી. ખરીદદારોના નામે ઇનપુટ ટેક્ષ ક્રેડિટ મેળવી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરીને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયો છે. ભરત સોની હાલ 14 દિવસની જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ છે. જોકે એજન્સીને શંકા છે કે, કૌભાંડનો આંક 7250 કરોડ સુધી પહોંચી શકે છે.