હડકંપ@બનાસકાંઠા: ઈકો સેન્સિટિવ ઝોનની શરતો સામે વાંધો, 50 ગામોનો ઉગ્ર વિરોધ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ-દાંતા પંથકના ખેડૂતો આજે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા. જ્યાં ઇકો સેન્સિટીવ ઝોન મુદ્દે વિરોધ દર્શાવી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. આ રેલીમાં આદીવાસી સમાજના યુવાનો, વડીલો અને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઇ હતી. આવેદનપત્રમાં દાંતા-અમીરગઢ-પાલનપુર અને વડગામ વિસ્તારના અંદાજે 50 ગામોના આદીવાસીઓએ વિરોધ નોંધાવ્યો છે. અટલ
 
હડકંપ@બનાસકાંઠા: ઈકો સેન્સિટિવ ઝોનની શરતો સામે વાંધો, 50 ગામોનો ઉગ્ર વિરોધ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ-દાંતા પંથકના ખેડૂતો આજે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા. જ્યાં ઇકો સેન્સિટીવ ઝોન મુદ્દે વિરોધ દર્શાવી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. આ રેલીમાં આદીવાસી સમાજના યુવાનો, વડીલો અને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઇ હતી. આવેદનપત્રમાં દાંતા-અમીરગઢ-પાલનપુર અને વડગામ વિસ્તારના અંદાજે 50 ગામોના આદીવાસીઓએ વિરોધ નોંધાવ્યો છે.

હડકંપ@બનાસકાંઠા: ઈકો સેન્સિટિવ ઝોનની શરતો સામે વાંધો, 50 ગામોનો ઉગ્ર વિરોધ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હડકંપ@બનાસકાંઠા: ઈકો સેન્સિટિવ ઝોનની શરતો સામે વાંધો, 50 ગામોનો ઉગ્ર વિરોધ

કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2021માં બનાસકાંઠા જીલ્લાના બાલારામ-અંબાજી આસપાસના વિસ્તારોમાં ઇકો સેન્સિટીવ ઝોન મામલે એક જાહેરનામું બહાર પાડ્યુ હતુ. જે બાદમાં હવે પંથકના આદીવાસીઓએ એકજૂટ થઇ વિરોધ દર્શાવ્યો છે. જેમાં આજે અંદાજીત 50 ગામોના આદીવાસીઓ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટર વતી કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલયને પાઠવ્યુ છે.

હડકંપ@બનાસકાંઠા: ઈકો સેન્સિટિવ ઝોનની શરતો સામે વાંધો, 50 ગામોનો ઉગ્ર વિરોધ

આવેદનપત્રમાં કેન્દ્ર સરકારે 2006માં આદીવાસીઓ માટે જે કાયદો લાવ્યા તેના અમલની વાત કરી છે. આ સાથે આદીવાસી વિસ્તારમાં કે ગામોમાં કોઇપણ વાતચીત વગર આ વિસ્તારની ઇકો સેન્સિટીવ ઝોન જાહેર કરવાની હીલચાલ હોવાનો આક્ષેપ કર્યો છે.

હડકંપ@બનાસકાંઠા: ઈકો સેન્સિટિવ ઝોનની શરતો સામે વાંધો, 50 ગામોનો ઉગ્ર વિરોધ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આદીવાસી સમાજના મહિલા-યુવાનો અને વડીલોએ મોટી સંખ્યામાં એકઠા થઇ એક સૂરે વિરોધ નોંધાવ્યો છે. જેમાં હાલની સ્થિતિએ પણ અમુક ગામોના લોકોને બહાર ગામ જવા માટે ચાલતાં જવુ પડતુ હોઇ આ ઇકો સેન્સિટીવ ઝોનથી અનેક ગામોને મુશ્કેલી પડશે તેવું ઉમેર્યુ છે.

હડકંપ@બનાસકાંઠા: ઈકો સેન્સિટિવ ઝોનની શરતો સામે વાંધો, 50 ગામોનો ઉગ્ર વિરોધ

આ સાથે જાહેરનામામાં બાલારામ-અંબાજી અભ્યારણ્યમાં ઇકો સેન્સિટીવ ઝોનમાં વસતાં વન્ય જીવોની ચર્ચા કરવામાં આવી અને ત્યાં વસતાં લોકો અને તેમની સ્થિતિ વિશે કોઇ ઉલ્લેખ કરવામાં નહી આવ્યાનો આક્ષેપ કર્યો છે.

હડકંપ@બનાસકાંઠા: ઈકો સેન્સિટિવ ઝોનની શરતો સામે વાંધો, 50 ગામોનો ઉગ્ર વિરોધ

ગાઇડલાઇન મુજબ વિસ્તારમાં કોઇ કમિટી ન હોવાનો આક્ષેપ

હડકંપ@બનાસકાંઠા: ઈકો સેન્સિટિવ ઝોનની શરતો સામે વાંધો, 50 ગામોનો ઉગ્ર વિરોધ

કોઇપણ વિસ્તારને ઇકો સેન્સિટીવ જાહેર કરવા માટેની ગાઇડલાઇન મુજબ વાઇલ્ડ લાઇફ વોર્ડન, પર્યાવરણ નિષ્ણાંત, પંચાયતના સભ્ય અને રેવન્યુ વિભાગના અધિકારીઓની એક સમિતી બનાવવાની હોય છે. જે સમિતી રીપોર્ટ રજુ કરે છે કે, આ વિસ્તારની સ્થિતિ શુ છે ? ત્યાં કેટલાં લોકો રહે છે ? ત્યાંની જમીનનો શેમાં ઉપયોગ થઇ રહ્યો છે આવા અનેક મુદ્દાનો ઉલ્લેખ કરવો પડે છે. જોકે બાલારામ-અંબાજી પંથકમાં આવી કોઇ સમિતિ બનાવી ન હોવાનો અને તેમના પંચાયતમાં કોઇને પણ સભ્ય ન બનાવ્યા હોવાનો આક્ષપે આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે.

હડકંપ@બનાસકાંઠા: ઈકો સેન્સિટિવ ઝોનની શરતો સામે વાંધો, 50 ગામોનો ઉગ્ર વિરોધ