હડકંપ@દાંતા: આદીવાસીઓને લાલચ આપી ધર્મ બદલાવ્યો, સ્કુલ સામે ગંભીર આક્ષેપ

અટલ સમાચાર, અંબાજી(અરવિંદ અગ્રવાલ) કોરોના મહામારી વચ્ચે અંબાજીની કુંભારીયા ગ્રુપ ગ્રામ પંચાયતે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં સ્થાનિક શાળાને બંધ કરાવવા અને કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરી છે. આવેદનપત્રમાં સ્થાનિક શાળા સામે ધર્મ પરિવર્તન કરાવતાં હોવાનો સનસનીખેજ આક્ષેપ કરવામાં આવતાં ચકચાર મચી ગઇ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો બનાસકાંઠા જીલ્લાના
 
હડકંપ@દાંતા: આદીવાસીઓને લાલચ આપી ધર્મ બદલાવ્યો, સ્કુલ સામે ગંભીર આક્ષેપ

અટલ સમાચાર, અંબાજી(અરવિંદ અગ્રવાલ)

કોરોના મહામારી વચ્ચે અંબાજીની કુંભારીયા ગ્રુપ ગ્રામ પંચાયતે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં સ્થાનિક શાળાને બંધ કરાવવા અને કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરી છે. આવેદનપત્રમાં સ્થાનિક શાળા સામે ધર્મ પરિવર્તન કરાવતાં હોવાનો સનસનીખેજ આક્ષેપ કરવામાં આવતાં ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હડકંપ@દાંતા: આદીવાસીઓને લાલચ આપી ધર્મ બદલાવ્યો, સ્કુલ સામે ગંભીર આક્ષેપ

બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના કુંભારીયા ગામે કારમેલ ઇંગ્લિશ મિડીયમ શાળા આવેલી છે. આજે કુંભારીયા ગ્રુપ ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર સરપંચે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ છે. જેમાં કારમેલ ઇંગ્લિશ મિડીયા શાળાના સંચાલકો દ્રારા ગરીબ આદીવાસી સમાજને ભોળવી અને ધર્મ પરીવર્તન કરાવતાં હોવાનો આક્ષેપ કરતાં ચકચાર મચી ગઇ છે.

હડકંપ@દાંતા: આદીવાસીઓને લાલચ આપી ધર્મ બદલાવ્યો, સ્કુલ સામે ગંભીર આક્ષેપ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સરપંચે શાળા સંચાલકો સામે આક્ષેપ કર્યો છે કે, તેમના દ્રારા ગરીબ આદીવાસી લોકોને યેનકેન પ્રકારે લાલચો આપી અને તેમનું ધર્મપરીવર્તન કરાવી રહ્યા છે. આ સાથે શાળા સંચાલકો દ્રારા ચલાવવામાં આવતી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિને બંધ કરાવવા રજૂઆત કરી છે.