હડકંપ@હારીજ: બહેનને મળવા આવેલા યુવકની લાશ મળી, બે વ્યક્તિની અટકાયત

અટલ સમાચાર, હારીજ કોરોના મહામારી વચ્ચે આજે હારીજની સીમમાંથી એક યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત આસપાસના લોકો ઉમટી પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક હારીજમાં તેના બહેન-બનેવીને મળવા આવ્યો હતો. જે બાદમાં તેની લાશ મળી આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આ તરફ મૃતકના પરિવારે જમાઇ
 
હડકંપ@હારીજ: બહેનને મળવા આવેલા યુવકની લાશ મળી, બે વ્યક્તિની અટકાયત

અટલ સમાચાર, હારીજ 

કોરોના મહામારી વચ્ચે આજે હારીજની સીમમાંથી એક યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત આસપાસના લોકો ઉમટી પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક હારીજમાં તેના બહેન-બનેવીને મળવા આવ્યો હતો. જે બાદમાં તેની લાશ મળી આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આ તરફ મૃતકના પરિવારે જમાઇ અને તેના ભાઇ ઉપર હત્યાનો આક્ષેપ કરતાં પોલીસે બે વ્યક્તિઓને અટકાયત કરી તેમની પુછપરછ હાથ ધરી છે. આ સાથે પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી હતી.

હડકંપ@હારીજ: બહેનને મળવા આવેલા યુવકની લાશ મળી, બે વ્યક્તિની અટકાયત

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના હારીજ-વાઘેલ રોડ ઉપર આજે એક આશાસ્પદ યુવકની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, મૃતક યુવક બળવંતજી ઠાકોર મૂળ મક્તુપુરના ગોગાપુરાનો રહેવાસી છે. યુવક હારીજ ખાતે બહેન-બનેવીને મળવા આવ્યા બાદ તેની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. આ તરફ પોલીસે પણ ઘટનાને ગંભીરતાથી લઇ હત્યા કે આત્મહત્યા તે બાબતે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે શંકાના આધારે બે ઇસમોની અટકાયત કરી પુછપરછ પણ શરૂ કરી છે. ઘટનાને લઇ મૃતકના પરીવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.

દારૂ પીવડાવી અને ગળું દબાવી હત્યા કરાઇ: મૃતકના પિતા

સમગ્ર મામલે મક્તુપુર ગોગાપરામાં રહેતાં મૃતકના પિતા નાથાજી ઠાકોરે જણાવ્યુ હતુ કે, 20 દિવસ અગાઉ અમારા જમાઇએ દારૂ પી ને મારી દીકરીને પાવડાં વડે માર મારતાં તેને હાથે ફેક્રચર થયુ હતુ. જે બાદમાં આજે મારા જમાઇએ પુત્ર બળવંતજીને હારીજ પોતાના ખેતરે બોલાવી તે દારૂ ન પીતો હોવા છતાં તેને દારૂ પિવડાવી અને ગળું દબાવી હત્યા કરી છે.