હડકંપ@ખેરાલુ: પાલિકા પ્રમુખને જાહેરમાં માર માર્યો, પ્રથમ નાગરિક જ અસુરક્ષિત, ગંભીર ઘટના

અટલ સમાચાર ડોટ કોમ, ખેરાલુ ખેરાલુ શહેરના પ્રથમ નાગરિકને જાહેરમાં માર માર્યાની ઘટના સામે આવી છે. નગરપાલિકાના પ્રમુખ પોતાની હોટેલમાં બેઠાં હતા ત્યારે અચાનક કાર લઈને આવેલા 2 ઈસમો બોલવા લાગ્યા હતા. અમારા વિરુદ્ધમાં અરજી કરી એવું કહીને પ્રમુખના નાનાભાઈને લાફો ચોડી દીધો હતો. આ પછી ખુદ પ્રમુખ હેમંત શુક્લને પણ ગડદાપાટુનો માર મારતાં હડકંપ
 
હડકંપ@ખેરાલુ: પાલિકા પ્રમુખને જાહેરમાં માર માર્યો, પ્રથમ નાગરિક જ અસુરક્ષિત, ગંભીર ઘટના

અટલ સમાચાર ડોટ કોમ, ખેરાલુ

ખેરાલુ શહેરના પ્રથમ નાગરિકને જાહેરમાં માર માર્યાની ઘટના સામે આવી છે. નગરપાલિકાના પ્રમુખ પોતાની હોટેલમાં બેઠાં હતા ત્યારે અચાનક કાર લઈને આવેલા 2 ઈસમો બોલવા લાગ્યા હતા. અમારા વિરુદ્ધમાં અરજી કરી એવું કહીને પ્રમુખના નાનાભાઈને લાફો ચોડી દીધો હતો. આ પછી ખુદ પ્રમુખ હેમંત શુક્લને પણ ગડદાપાટુનો માર મારતાં હડકંપ મચી ગયો છે. ઝઘડાના કારણ બાબતે ફરિયાદ દાખલ થઈ છે. જેમાં પૂર્વ પ્રમુખના કાર્યકાળમાં થયેલી કામગીરી લગત કન્સ્ટ્રક્શન કંપની સામે તપાસ ચાલતી હતી. આ તપાસથી નારાજ બનેલા ઈસમો વાત કરવા જવાનું કહી તૂટી પડ્યા હોવાનું ફરિયાદમાં લખાવ્યું છે.

હડકંપ@ખેરાલુ: પાલિકા પ્રમુખને જાહેરમાં માર માર્યો, પ્રથમ નાગરિક જ અસુરક્ષિત, ગંભીર ઘટના

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લાની ખેરાલુ નગરપાલિકાના પૂર્વ અને હાલના પ્રમુખને સંબંધિત ચોંકાવનારી ઘટના સામે આવી છે. નગરપાલિકાના હાલના પ્રમુખ હેમન્તકુમાર શુક્લ ગઇકાલે નાગરીક બેન્કની બાજુમાં આવેલ પોતાના પરોઠા હાઉસમાં મિત્રો સાથે બેઠાં હતાં. આ વખતે ચૌધરી ભાવિક કરશનભાઇ (રહે.મંન્દ્રોપુર) તેમજ ચૌધરી નીકેશ વિરાભાઇ (રહે.ખેરાલુ જોડિયા) ગાડી લઇને નજીક આવ્યા હતા. આ દરમ્યાન ચૌધરી ભાવિકે બુમ પાડી કહેલ કે, અમારા વિરૂધ્ધમાં અરજી કરેલ છે જેથી તું મારી ગાડીમાં બેસી જા. આપણે પુર્વ પ્રમુખ ચૌધરી હિરાબેનના પતિ ભગુભાઇને મળવા જવાનું છે. જેની સામે પ્રમુખ હેમંત શુક્લે કહ્યું કે, હું પુર્વ પ્રમુખને મારી હોટલે બોલાવું છું તમે અહીં આવીને બેસો. આ સાંભળી બંને ઈસમો ગાળો બોલી ગુસ્સે થયા હતા. આ દરમ્યાન અચાનક ગાડીમાંથી ઉતરી ચૌધરી ભાવિકે પ્રમુખના નાનાભાઇ મનીશભાઇને લાફો મારી દીધો હતો. આ જોઈ વચ્ચે પડેલા બંને ઈસમોએ નગરપાલિકાના પ્રમુખને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. આ બાબતની ઘટનાને લઈ ફરિયાદ થતાં સમગ્ર વિગતો સામે આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રમુખને મારતાં જોઇ મિત્રોએ વચ્ચે આવી બંને ઈસમોને સમજાવી રવાના કર્યા હતા. જોકે જતાં જતાં બંને ઈસમોએ અરજી પાછી ખેંચી લે નહિ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ દેતાં ખળભળાટ મચી ગયો છે. આ બાબતની ઘટના બની હોવાની પ્રમુખે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. જેમાં પૂર્વ પ્રમુખ ચૌધરી હિરાબેન ભગુભાઇના કાર્યકાળમાં આધાર કન્ટ્રક્શન નામની કંપનીમાં પેટા કોન્ટ્રાક્ટર તરીકે ચૌધરી ભાવિક કરશનભાઇ તેમજ ચૌધરી નીકેશ વિરાભાઇનાએ કામ લીધું હતું. જોકે તે કામોમાં યોગ્ય ગુણવત્તાની કામગીરી નથી તેવી પાલીકાના 16 કોર્પોરેટરોએ તકેદારી આયોગમાં અરજી કરી હતી. આ અરજીની તપાસ ખેરાલુ પાલિકામાં આવેલી હોઇ તપાસનો ધમધમાટ ચાલુ છે. જેની સામે ગુસ્સે થઈ બંને ઈસમોએ માર માર્યો હોવાનું પ્રમુખની ફરિયાદ આધારે સામે આવ્યું છે. આથી ખેરાલુ પોલીસે આરોપી બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.