હડકંપ@મહેસાણા: વહેલી સવારે કુતરાને બચાવવા જતાં કાર તળાવમાં ખાબકી, 3 શિક્ષકોના મોત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી,મનોજ ગોહિલ) પાંચોટના તળાવમાં એક કાર તળાવમાં ખાબકતાં 3 શિક્ષકોના મોત થતાં હડકંપ મચી ગયો છે. આજે વહેલી સવારે પાંચોટ બસ સ્ટેન્ડ આગળ કુતરૂ વચ્ચે આવતાં તેને બચાવવા જતાં કારચાલકે કાબૂ ગુમાવતાં કાર તળાવમાં ખાબકી હતી. જેમાં 2 પુરૂષ અને 1 મહિલા શિક્ષકના મોત થતાં પરિવારજનો સહિતના ઘેરા શોકમાં
 
હડકંપ@મહેસાણા: વહેલી સવારે કુતરાને બચાવવા જતાં કાર તળાવમાં ખાબકી, 3 શિક્ષકોના મોત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી,મનોજ ગોહિલ) 

પાંચોટના તળાવમાં એક કાર તળાવમાં ખાબકતાં 3 શિક્ષકોના મોત થતાં હડકંપ મચી ગયો છે. આજે વહેલી સવારે પાંચોટ બસ સ્ટેન્ડ આગળ કુતરૂ વચ્ચે આવતાં તેને બચાવવા જતાં કારચાલકે કાબૂ ગુમાવતાં કાર તળાવમાં ખાબકી હતી. જેમાં 2 પુરૂષ અને 1 મહિલા શિક્ષકના મોત થતાં પરિવારજનો સહિતના ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા હતા. આ તરફ ઘટનાને લઇ પોલીસે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા તાલુકાના પાંચોટમાં વહેલી સવારે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મહેસાણાથી 3 શિક્ષકો રાધનપુર બાજુ નિયમિતપણે નોકરી જતાં હોવાથી આજે પણ નિત્યક્રમ પ્રમાણે કારમાં નિકળ્યાં હતા. આ દરમ્યાન પાંચોટ બસ સ્ટેન્ડ આગળ કુતરૂ વચ્ચે આવતાં ચાલકે કાબૂ ગુમાવતાં કાર તળાવમાં ખાબકી હતી. તળાવમાં ડૂબી જવાથી એકસાથે 3 શિક્ષકોના મોત થવાની ખળભળાટ મચી ગયો છે.

હડકંપ@મહેસાણા: વહેલી સવારે કુતરાને બચાવવા જતાં કાર તળાવમાં ખાબકી, 3 શિક્ષકોના મોત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વહેલી સવારે તળાવમાં કાર ખાબકી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ઘટના બાદ જેસીબીની મદદથી કારને બહાર નીકાળાઇ હતી. પોલીસે ત્રણેય મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અંગે હોસ્પિટલમાં મોકલી આપી હતી. સૂત્રોથી મળતી માહીતિ પ્રમાણે મૃતક શિક્ષકોમાંથી 2 પુરૂષ શિક્ષકો મસાલી(રાધનપુર) અને સોનેથ(સુઇગામ) અને મહિલા શિક્ષિકા મોરવાડા(સુઇગામ) ની શાળામાં ફરજ બજાવતાં હતા. જોકે આ મામલે હજી કોઇ નક્કર હકીકત સામે આવી નથી.

મૃતકોના નામ

  1. વિપુલભાઇ બાબુભાઇ ચૌધરી, રહે.બાસણા
  2. સ્મિતાબેન શ્યામસુંદર ચૌહાણ, રહે.મહેસાણા
  3. આનંદભાઇ પ્રવિણભાઇ શ્રીમાળી, રહે. વિસનગર